જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધો-૧ માં પ્રવેશ કરાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hv4agzylp3chmwka/" left="-10"]

જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધો-૧ માં પ્રવેશ કરાવ્યો


ગામના ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લઇ કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું

રાજ્યભરમાં ચાલી રહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આજે ત્રીજા દિવસે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધોરણ-૧ માં પ્રવેશ કરાવડાવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ અવસરે વક્તવ્ય આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને કન્યાઓ પણ દીકરાઓ જેટલું જ શિક્ષણ મેળવે તે માટે પ્રતિવર્ષ આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ કરેલા આ શિક્ષણ અભિયાનને વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે તેમ જણાવી તેમણે શિક્ષણથી જીવનમાં કેવાં પરિવર્તનો આવે છે તે અંગેની વિસ્તૃત સમજ આપી હતી.

માંડવા ગામે શાળામાં પ્રવેશ લેતાં બાળકોએ ટોપી ધારણ કરીને કુમકુમ તિલક સાથે ધોરણ-૧ માં પ્રવેશ મેળવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા ગામના ઇ-ધરા કેન્દ્ર પર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ઇ-ધરા કેન્દ્ર પર કરવામાં આવતી કામગીરી તથા આ કામગીરીમાં કઈ રીતે બધું ચોક્કસતા લગાવીને ગામ લોકોને વધુ ઉપયોગી બની શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ અવસરે માંડવા ગામના સરપંચશ્રી, ગ્રામજનો, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]