ક્રિપ્ટો એક્સચેન્જ CoinDCXના યૂઝર્સને ઝટકો, કંપનીએ જમા-ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/crypto-exchange-coindcx-the-company-banned-deposits-and-withdrawals/" left="-10"]

ક્રિપ્ટો એક્સચેન્જ CoinDCXના યૂઝર્સને ઝટકો, કંપનીએ જમા-ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો


જો તમે પણ CoinDCXના વપરાશકર્તાઓ છો તો તમારા માટે મોટા સમાચાર છે. આ વપરાશકર્તાઓને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ CoinDCXએ ક્રિપ્ટો રોકાણકારો માટે જમા તેમજ ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ પ્રતિબંધ મૂકતા જણાવ્યું હતું કે, કેટલાક અનુપાલનો તેમજ નિયમોનું પાલનની પ્રક્રિયા મોનિટરિંગ હેઠળ હોવાથી ક્રિપ્ટોકરન્સીના યૂઝર્સ જમા અને ઉપાડ સુવિધાનો લાભ નહીં ઉઠાવી શકે. કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે, જમા અને ઉપાડ પ્રક્રિયામાં સુધારા અને ફેરફારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેના નિયમો, પ્રક્રિયા તેમજ જોખમ માટેનું માળખું વધારે મજબૂત કરી રહી છે. આપને જણાવી દઇએ કે છેલ્લા 6 મહિનામાં KYC કવરેજમાં સુધારો, ક્રિપ્ટો ડિપોઝીટ તેમજ ઉપાડ માટે માળખુ સુધારવતા તથા Coinfirm, Solidus Labs, Signzy, Digilocker વગેરે જેવા મોનિટરિંગટૂલ્સ સાથે લિંક કરવા જેવી ઘણી બાબતો વિવિધ તબક્કામાં કરવામાં આવી છે. બીજી તરફ કંપનીએ KYCની આવશ્યકતા પર ભાર મૂકતા પોતાના યૂઝર્સને ચેતવણી આપી હતી કે, દરેક યૂઝર્સે પ્લેટફોર્મ પર તેમની KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જ પડશે. જ્યાં સુધી કેવાયસી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી નહીં થાય ત્યાં સુધી ડિપોઝિટ અને ઉપાડ આપમેળે જ બંધ થઇ જશે. તે ઉપરાંત અનુપાલનને લઇને કેટલીક નીતિની આગામી 14 દિવસમાં જાહેર કરવામાં આવશે. જો કે બીજી તરફ કંપનીએ કહ્યું છે કે ક્રિપ્ટો ડિપોઝીટ માટે જૂના એડ્રેસ હજુ પણ તમામ વોલેટમાં સક્રિય જ છે તેમજ ફંડ પણ પ્રાપ્ત કરી શકાય છે. નોંધનીય છે કે દેશમાં અનેક ક્રિપ્ટો એકસ્ચેન્જ છે જે રોકાણકારોને પોતાના પ્લેટફોર્મ મારફતે બિટકોઇન, શિબુ ઇનુ જેવી અનેક ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ માટેની તક પૂરી પાડે છે.

Tags


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]