ડો.બી.આર.આંબેડકર કુમાર / કન્યા પ્રાથમિક શાળા નંબર 82 / 83 માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી - At This Time

ડો.બી.આર.આંબેડકર કુમાર / કન્યા પ્રાથમિક શાળા નંબર 82 / 83 માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ડોક્ટર બી આર આંબેડકર કુમાર તથા કન્યા પ્રાથમિક શાળા નંબર 82 83 આંબેડકર નગર એસટી વર્કશોપ પાછળ દોઢસો ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના ચેરમેન સાહેબ શ્રી અતુલભાઇ પંડિત તથા શાસનાધિકારી સાહેબ શ્રી કિરીટ સિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022 લિમિટેડ નવા પ્રવેશ પામતા બાળકોને શાળા પ્રવેશ અપાવવા શાળા પરિવાર દ્વારા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમ અંતર્ગત મહેમાન તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દંડક શ્રી સુરેન્દ્રસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી ઝાલા, મહામંત્રી શ્રી મહિલા મોરચો શ્રીમતી કિરણબેન હરસોડા, ધારાસભ્યશ્રી રાજકોટ ગ્રામ્ય લાખાભાઈ સાગઠીયા ના સુપુત્ર શ્રી જયભાઇ સાગઠીયા, પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી તેજસ ભાઈ ત્રિવેદી તથા શ્રી ફારૂકભાઇ બાવાણી, અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી વજુભાઈ લુણસીયા તથા શ્રી યોગેશભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહોળા પ્રમાણમાં વાલીઓએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની સફળતા બદલ મહેમાન શ્રીઓએ શાળાના આચાર્યશ્રી મીરાબેન પાટણવાડીયા તથા શ્રી સતારભાઈ પટ્ટા તથા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.