કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ પત્રકાર સંગઠનની તાલુકા કક્ષાએ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ પત્રકાર સંગઠનની તાલુકા કક્ષાએ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું


ગાંધીધામ: કચ્છના ગાંધીધામમાં ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે કચ્છ પત્રકાર સંગઠનની તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગાંધીધામ તાલુકાના કચ્છ પત્રકાર સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. કચ્છ પત્રકાર સંગઠનના ગાંધીધામ તાલુકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ધેડા, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ભાનુશાલી, મહામંત્રી તરીકે મુકેશભાઈ રતડ અને મંત્રી તરીકે પીયુષભાઈ રોસીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને કચ્છ પ્રત્રકાર સંગઠન મંત્રી તરીકે વિપુલદાન ગઢવી અને કચ્છ પત્રકાર સંગઠનના આઈટી સેલ મા ભારતીબેન મખીજાનીની નિમણુક કરાઈ હતી
આ પ્રસંગે કચ્છ પત્રકાર સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી હિતેશભાઈ સોની, ઉપપ્રમુખશ્રી બિમલ માંકડ, નિર્મલસિંહ જાડેજા અને રમેશ વીંઝોડા, સલાહકાર સમિતિના અજીતદાન ગઢવી અને દર્શન ઠક્કર, કોર કમિટીના સભ્યો ઈશ્વરગીરી ગોસ્વામી, કે.ડી.જાડેજા અને પ્રતિક જોષી આઈ.ટી.સેલના કૈલાશદાન ગઢવી તથા અન્ય પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ધીરજ સીજુ - કચ્છ બ્યુરોચીફ
એટ ઘીસ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.