ધંધુકા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.


ધંધુકા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
ધંધુકા બ્રાન્ચ કન્યા શાળા નં.૨ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.ધો.૧ માં ૧૧ કન્યાને પ્રવેશ આપવામાં આવ્યો.પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધંધુકા મામલતદાર શ્રી કિશોરભાઈ સાંગાણી સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રી હર્ષદભાઈ ચાવડા,ચીફ ઓફિસર શ્રી નરેશભાઈ સાહેબ,સામાજિક અગ્રણી શ્રી હાલુભા ચુડાસમા સાહેબ(જસ્કા),બી.આર.સી Co. ડૉ. રઘુવીરસિંહ, સી.આર.સી Co. અશ્વિનભાઈ, ધર્મેન્દ્રભાઈ,જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી નીલેશભાઈ બગડિયા, મનુભાઈ, પત્રકાર હરિઓમભાઈ અને SMC અધ્યક્ષ,સભ્યો અને મોટી સંખ્યામાં વાલી અને બાળકો હાજર રહ્યા.
હાલુભા ચુડાસમા સાહેબ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ ને યુનિફોર્મ આપવાની જાહેરાત કરી.આંબલીયા સાહેબ દ્વારા તિથિ ભોજન આપવામાં આવશે.જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને પાણીની બોટલ આપવામાં આવી
શાળા પરિવાર તમામ અધિકારી,પદાધિકારી,અને દાતાઓ નો આભાર વ્યક્ત કરે છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.