અરવલ્લીના બાયડ તાલુકાના અલાણા ગામની મહિલાઓએ સખીમંડળ બનાવી મોરપીંછથી સજાવી - At This Time

અરવલ્લીના બાયડ તાલુકાના અલાણા ગામની મહિલાઓએ સખીમંડળ બનાવી મોરપીંછથી સજાવી


અરવલ્લીના અલાણામાં રહેતા લીલાબેન ચમારે 10 જેટલી મહિલાઓને લઇને મોરપીંછ સખીમંડળની શરૂઆત કરી. સરકાર અને બેંકની મદદથી તમે લોન પણ આપવામાં આવી. આ લોનના પૈસાનો ઉપયોગ કરી તેમણે મોરપીંછની મદદથી ગૃહ શોભનની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી. આ ગૃહ સજાવટની વસ્તુઓ આ મહિલાઓ જાતે જ પોતાના ઘરે બનાવે છે અને વેચાણ કરે છે.આ તમામ વસ્તુનું વેચાણ કરી તેઓ વાર્ષિક 3 લાખ જેટલી આવક મેળવે છે. આવક મેળવવાની સાથે આજે તે ગામની અન્ય મહિલાઓને પણ રોજગાર અને પ્રોત્સાહન પૂરૂ પાડે છે. લીલાબેને સરકારનો આભાર માનતા જણાવ્યુકે અમે લોકોના ઘર સજાવી અમારી જિંદગી સજાવીએ છીએ.સરકાર અને તંત્રનો ખૂબ આભાર કે તેમણે અમારા જેવી મહિલાઓને સહાય અને પ્રોત્સાહન પૂરું પાડ્યું જેથી આજે અમે આત્મનિર્ભર બની શક્યા છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.