સુઈગામ આઈ.ટી.આઈ ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9hcezqx5lk6roe3m/" left="-10"]

સુઈગામ આઈ.ટી.આઈ ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો.


મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન, અંતર્ગત તાલુકા કક્ષાના અમૃત કળશ યાત્રાનું સુઈગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં દેશના વીર જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના ગામે ગામથી કળશમાં માટી અને ચોખા પધરાવી એ કળશ ને દરેક તાલુકા કક્ષાએ અને ત્યારબાદ એ કળશ ની માટી દિલ્હી ખાતે શહીદ વન ખાતે લઇ જવા માટે કાર્યક્રમ યોજવામાં એવી રહ્યા છે,જેમાં સરહદી સુઈગામ તાલુકાના તમામ ગામોમાંથી માટી અને ચોખા સાથેના કળશ સાથે જે તે ગામના સરપંચ તલાટી તેમજ અન્ય ગ્રામજનો સાથે સુઈગામ ખાતે આવી પહોંચતા ઢોલ સાથે તે તમામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં પ્રસંગને અનુરૂપ ઉપસ્થિત અધિકારીઓએ ઉદબોધન કર્યું હતું, કાર્યક્રમમાં સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કે.એ.ભાટિયા, તા.પ્રા.શિક્ષણાધિકારી ગોવિંદભાઈ પટેલ, સુઈગામ પી.એસ.આઇ ડી.જે. મરંડ, પૂર્વ શિક્ષણ સચિવ ડો.બિપીનભાઈ ત્રિવેદી, પૂર્વ તા.પંચાયત પ્રમુખ મેવાભાઇ કલાલ,સુઈગામ તાલુકા ભાજપ મહામંત્રી રામસિંહભાઈ રાજપૂત, જામાભાઈ પટેલ, સુઈગામ તાલુકાના વીર શહીદો સ્વ.રણછોડભાઈ પગી, સ્વ.ધર્મશિહભાઈ ઠાકોર,સ્વ. ભગવાનભાઇ ઠાકોર,ના પરિવાર જનો સહિત તાલુકાના તમામ વિભાગના કર્મચારીઓ, ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]