બરવાળા ખાતે કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9bmzyn15n68ymx06/" left="-10"]

બરવાળા ખાતે કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.


અમદાવાદ અમરેલી હાઈવે રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો.

કારે રોડ ઓળંગતા એક્ટિવાને અડફેટે લઈ બાઇકને 100 મીટર ઢસડી ગઈ.

બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી.

25 વર્ષીય યુવાન બાઇક ચાલકને સારવાર અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય હોસ્પિટલ ખસેડાયો.

કાર ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો.

અકસ્માતમાં કાર એક્ટિવા સાથે ચાલકને 100 મીટર દૂર ઢસડીને લઈ ગઈ.

કાર ચાલકે અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ એક્ટિવા બાઇક કારના એન્જિનમાં ઘૂસી જતાં કાર ચાલક ભાગવામાં નિષ્ફળ.

બરવાળા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ ખુલ્લો કરાવી હાઈવે અવરજવર શરૂ કરાવી.

ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]