બરવાળા શહેર મા વોર્ડ નંબર ૨ મા કોંગ્રેસ મા ભડકો મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજ ની કોંગ્રેસ ની મહિલાઓ એ કેસરિયા કર્યાં - At This Time

બરવાળા શહેર મા વોર્ડ નંબર ૨ મા કોંગ્રેસ મા ભડકો મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજ ની કોંગ્રેસ ની મહિલાઓ એ કેસરિયા કર્યાં


આગામી લોકસભા ની ચૂંટણી ની તૈયારી અંતર્ગત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ભાઈ પટેલ ના માર્ગદર્શન અનુસાર બુથ સશક્તિકરણ અંતર્ગત બરવાળા શહેર ના વોર્ડ નંબર ૨ માં આવેલ બુથ માં કોંગ્રેસ ના ૪૫ જેટલી મહિલાઓને બરવાળા શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી ભોલાભાઈ ગોરાહાવા,જિલ્લા યુવા મોર્ચા મંત્રી જલદીપભાઈ મુંધવા ના પરામર્શથી વોર્ડ નંબર ૨ માં રહેતા દેવીપૂજક સમાજના કોંગ્રેસ ના બહેનોએ કોંગ્રેસ પક્ષ ને તિલાંજલી આપી કેસરિયા ખેસ ધારણ કર્યો.આ બહેનો ને ભોલાભાઈ અને જલદીપભાઈ દ્વારા ભારતીય જનતા પાર્ટી મા જોડવામાં આવ્યા.આગામી સુરેન્દ્રનગર લોકસભા ની ચૂંટણી ને ધ્યાનમાં રાખી હોદેદારો દ્વારા ઉતમ કામગીરી કરી હતી.

રીપોર્ટર; ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.