ફ્રિજમાં મૂકવાથી કયા ખાદ્ય પદાર્થ ઝેરી બની જાય છે? - At This Time

ફ્રિજમાં મૂકવાથી કયા ખાદ્ય પદાર્થ ઝેરી બની જાય છે?


ફ્રિજમાં મૂકવાથી કયા ખાદ્ય પદાર્થ ઝેરી બની જાય છે ?

આધુનિક યુગમાં કોઈ પણ ખાવાલાયક વસ્તુને સાચવવા માટે ફ્રીઝ પર નિર્ભર રહેવાની આપણને જાણે ટેવ પડી ગઈ છે, પરંતુ અમુક ખાદ્યપદાર્થ એવા પણ છે, જેને ફ્રીઝમાં મૂકવાથી એ ઝેરીલા બની જાય છે. લસણ, મરચાં, આદું, ડુંગળી, બટાકા, બ્રેડ, ભાત વગેરે એવા ખાદ્યપદાર્થ છે, જેને સૌથી વધુ ફ્રીઝમાં સ્ટોર કરીને મૂકવામાં આવે છે. જોકે તેમાંથી મોટા ભાગના ફ્રીઝમાં મૂકવાલાયક હોતા નથી.

ફ્રીઝમાં સૌથી વધુ મુકાતા ડુંગળી અને લસણ બંનેને ફ્રીઝમાં મૂકવાથી તે મોલ્ડ નામની ફંગસ પકડી લે છે. મોલ્ડવાળું લસણ તો કેન્સર પણ નોતરે છે. ડુંગળી માટે પણ એ જ બાબત લાગુ પડે છે. ડુંગળી અને લસણ ઝેરીલા બને એની પાછળનું એક કારણ એ પણ છે કે તેમને ફ્રીઝમાં ખુલ્લા ૧ એટલે કે છાલ વગરના મૂકવામાં આવે છે. ખુલ્લી મુકાયેલી ડુંગળી બેક્ટેરિયાને આકર્ષે છે. એ માટે જ તો જ્યારે કોઈ વ્યક્તિ બિમાર હોય તો તેની નજીક ડુંગળીનો ટુકડો મૂકવામાં આવે છે! આદુંને પણ જો છોલીને ફ્રીઝમાં મૂકવામાં આવે તો એ ફંગસ પકડે છે અને

નોંધપાત્ર બાબત એ કે આદું પર લાગેલી ફંગસ તો લીવર અને કિડની ફેલ થવાનું કારણ પણ બને છે. ફ્રીઝમાં મૂકવાથી એક અન્યપ્રકારની ખતરનાક ફંગસ બ્રેડ પર પણ બાઝે છે, જેના કારણે કેન્સર જેવી ઘાતક બીમારી થઈ શકે છે. આપણે ત્યાં ભારતમાં ઘણી ગૃહિણીઓ આગલા દિવસના વધેલા ભાતને ફેંકી દેવાને બદલે ફ્રીઝમાં મૂકવાનું વધુ પસંદ કરે છે. પણ ભાત એ એવો ખાદ્યપદાર્થ છે જે સૌથી વધુ ઝડપે ફંગસ પકડે છે. સાથે જ આ રીતે વાસી ભાત ખાવાથી કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર વધવાની પણ શક્યતા રહે છે. ચોખાને વર્ષ આખું અથવા તો તેના કરતાં વધુ સમય માટે સાચવી શકાય છે, પણ ભાતનું આયુષ્ય 24 કલાકથી વધુ નથી હોતું. એ માટે જ ઘણા નિષ્ણાત તો વાસી ભાતને એકથી વધુ વખત ગરમ કરવાની પણ ના પાડે છે.

આવા તો ઘણા ખાદ્યપદાર્થ છે જેને ફ્રીઝમાં મૂકવાની ગંભીર અસર થઈ શકે છે. પણ તેનાથી બચવાનો રસ્તો શું? ફ્રીઝમાં ખાદ્યપદાર્થ સાચવવો એ ખોટું નથી, ફ્રીઝની શોધ જ તેના માટે થઈ છે, પણ ખોરાકને ખુલ્લો ફ્રીઝમાં મૂકી દેવાથી અચૂકપણે તેની હાનિકારક અસર થવાની જ. ઉપરાંત, ફ્રીઝમાં મુકાતા ખોરાકને હંમેશાં ચોવીસ કલાકની અંદર બહાર કાઢી લેવો અથવા વાપરી નાખવો સલાહભર્યું છે, કારણ કે કુદરતી રીતે મોટા ભાગના બેક્ટેરિયા પેદા થવામાં અને વિકસવામાં એટલો સમય લાગે જ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.