શ્રી ચુડાસમા રાજપુત સમાજના બંધારણને 100 વર્ષ પૂર્ણ થતાં ઉત્સાહ અને ઉમળકાભેર ભવ્યાતિભવ્ય ઊજવણીના ભાગરૂપે કુળદેવી મંદિર ગોરાસુ ગામના ખોડીયાર માતાજીના મંદિરે ભવ્ય સ્નેહમિલન સમારોહ તેમજ સામૂહિક યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો, દેશ વિદેશ અને અલગ અલગ જગ્યાએ વસતા તમામ ચુડાસમા સમાજના 2000 થી વધુ લોકો થયા એકત્ર, પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. - At This Time

શ્રી ચુડાસમા રાજપુત સમાજના બંધારણને 100 વર્ષ પૂર્ણ થતાં ઉત્સાહ અને ઉમળકાભેર ભવ્યાતિભવ્ય ઊજવણીના ભાગરૂપે કુળદેવી મંદિર ગોરાસુ ગામના ખોડીયાર માતાજીના મંદિરે ભવ્ય સ્નેહમિલન સમારોહ તેમજ સામૂહિક યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો, દેશ વિદેશ અને અલગ અલગ જગ્યાએ વસતા તમામ ચુડાસમા સમાજના 2000 થી વધુ લોકો થયા એકત્ર, પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત.


અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનાં ગોરાસુ ગામ ખાતે ચુડાસમા રાજપુત સમાજના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિર ખાતે ભવ્ય સ્નેહમિલન સમારોહ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં શ્રી ચુડાસમા રાજપુત સમાજ કે જેને અન્ય સમાજો ચતુર અને શાણી કોમ માને છે એવા ચુડાસમા રાજપુત સમાજ દ્વારા તૈયાર કરાયેલ બંધારણને 100 વર્ષ પૂર્ણ થતાં ચુડાસમા રાજપુત સમાજના બંધારણ શતાબ્દી મહોત્સવની વિશેષ ઉજવણીના આયોજનના ભાગરૂપે આજે વિશેષ સ્નેહમિલન બેઠક યોજાઈ હતી જેમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 210 બોટલ રક્ત એકત્ર કરાયું હતું તેમજ સામૂહિક યજ્ઞ યોજાયો હતો, દેશ વિદેશ સહિત અલગ અલગ જગ્યાએ વસતા ચુડાસમા સમાજના 2000 થી પણ વધુ લોકો એકત્ર થયા હતા અને આગામી બંધારણ શતાબ્દી મહોત્સવ ઉજવવાને લઈ આયોજન તેમજ કાર્યક્રમો અંગેની ચર્ચા કરવામાં આવી હતી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ચુડાસમા રાજપુત સમાજના પ્રમુખ વીરમદેવસિંહ ચુડાસમા તેમજ વડોદરા નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ગાંફ સ્ટેટના ઠાકોર સાહેબ સહિત સમાજમાં આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાયા હતા અને ઉત્સાહ અને ઉમળકાભેર બંધારણ શતાબ્દી મહોત્સવ ઉજવવાને લઈ તૈયારી દર્શાવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.