460 લોકોને ઓનલાઈન કંપનીમાં રોકાણ કરાવી રૂ.1 કરોડની ઠગાઈ - At This Time

460 લોકોને ઓનલાઈન કંપનીમાં રોકાણ કરાવી રૂ.1 કરોડની ઠગાઈ


રાજકોટ,તા.27
રાજકોટમાં રહેતા કારખાનેદાર અને તેઓના પરિવારજનો સહિત સાડા ચારસો લોકોએ ધી ટ્રેડ લોર્ડ એલ.એલ.સી નામની બનાવટી કંપનીમાં ઓનલાઈન રોકાણ કરવાથી દરરોજ 1 ટકા લેખે વ્યાજ મળશે તેમ કહી વિશ્વાસ આપી રૂ.1 કરોડની ઠગાઈ કર્યાની રાજકોટ સીઆઇડી ઝોનમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વિગતો અનુસાર, રાજકોટની પુનિતનગર સોસાયટી પાછળ રવિ હાઇટ્સમાં રહેતા અને સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ગોકુલધામ પાછળ ભાડેથી કારખાનું રાખી વાયર કર જોબવર્કનું કામ કરતા શ્યામભાઇ કાંતિલાલ ઠુંમર (ઉ.વ.30)ની ફરિયાદ પરથી કંપની ઉપરાંત ધીરજસિંઘ રાજપાલ તખ્ખર,દિપકસિંઘ સુભાષચંદ,પ્રવિણસિંઘ ચૌધરી, અશોક ટપુ સોરઠીયા(રહે.ન્યુ સાગર સોસાયટી,40 ફુટ રોડ, કોઠારીયા રોડ) અને નવલસિંહ ગુમાનસિંહ ચુડાસમા (2હે. રઘુનંદન સોસાયટી, પોપટપરા મેઇન રોડ) સામે ઠગાઇ, ગુનાહિત કાવત્રુ રચવા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ તપાસ હાથ ધરી છે.
શ્યામભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મેં મિકેનીકલ એન્જીનિયરીંગ સુધી અભ્યાસ કરેલ છે. હું સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં ભાડે કારખાનું રાખી વાયર કટ જોબ વર્કકામ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું.અમો બે ભાઈઓ છીએ જેમાં નાનો હું અને મારાથી મોટો ભાઇ હિતેન્દ્ર છે.ધી ટ્રેડ લોર્ડ એલ.એલ.સી. નામની ઓનલાઈન કંપની અને તેના જવાબદાર માણસોએ ઓનલાઈન છેતરપીંડી કરેલ હોય જેમા મારા તથા મારા પરીવારના નાણાં પણ રોકેલ છે.આ કંપનીનો પરીચય મને એજન્ટ તરીકે અશોકભાઈ સોરઠીયા નાઓની રૂબરૂમાં મારા મિત્ર સુનિલભાઈ પાટીલે ઓકટોબર-2020 દરમ્યાન કરાવ્યો હતો.
પોતે પણ આ કંપનીમા સભ્ય તરીકે જોડાયેલ હોય અને કહેલ કે અશોકભાઈ સોરઠીયા આ કંપનીના સૌરાષ્ટ્ર ખાતેના એજન્ટ છે.આ ધી ટ્રેડ લોર્ડ એલ.એલ.સી. નામની ઓનલાઈન કંપનીમાં સભ્ય બનીને રોકાણ કરવાથી રીટર્ન સારૂ એવુ મળશે અને તમારી નીચે બીજા સભ્યો બનાવવાથી તમોને કંપની દ્રારા તમારા ખાતામા ડાયરેક્ટ કમીશન જમા થઇ જાશે તેવુ જણાવતા હું આ અશોકભાઈ સોરઠીયાના વોટ્સઅપ ગ્રુપમા જોડાયેલ હતો.
આ વોટ્સઅપ ગૃપ દ્રારા ઓન લાઇન સ્કીમમા રોકાણની સામે કેવી રીતે વળતર મળે છે? તેની માહીતી અશોકભાઈ સોરઠીયા વોટ્સઅપ ગૃપમા અપડેટ કરતા જે મે તે સમયે જોયેલ હતી.હુ આ કંપનીમા જોડાયેલ હોવાથી મે આ અશોકભાઈ સોરઠીયાને પુછ્યુ કે, આ કંપની ક્યાની છે? જેથી તેમણે જણાવેલ કે આ ધી ટ્રેડ લોર્ડ એલ.એલ. કંપની નવી દીલ્હીની છે.ધીરજસિંઘ રાજપાલ તખ્ખર,દિપકસિંઘ સુભાષચંદ(માર્કેટીંગ સેલ્સ) અને પ્રવિણસિંઘ ચોધરી (એમ.ડી.) નાઓ કંપની ચલાવે છે અને હું(અશોક સોરઠીયા) તથા નવલિંસહ ચુડાસમા અમો તેમને ઓળખીયે છીએ.
તેમજ અશોકભાઈ સોરઠીયા અને નવસિંહ ચુડાસમા બન્ને જણાએ અમોને વિશ્વાસ આપેલ અને કંપનીમાં રોકાણ કેવી રીતે કરવુ તે લેવલનુ ચાર્ટ બતાવ્યું હતુ. આ કંપનીમાં રોજેરોજ રોકાણ કરેલ નાણાના 1% લેખે વ્યાજ મળશે.પરંતુ તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછા કુલ 05 ડોલર જમા થાય ત્યારે બાદ જ ઉપાડી શકાશે.જો તમે મોટુ રોકાણ કરેલ હોય અને રોજે રોજ ઉપાડ કરવો ન હોય તો ખાતામાં વળતર જમા રાખો અથવા તો ફરી રોકાણ કરી શકો છો તેવી માહિતી મને તથા તમામ રોકાણકારોને આ કંપનીના એજન્ટ અશોકભાઈ સોરઠીયા અને નવલસિંહ બન્નેએ આપેલ હતી તથા આ કંપની ઉપર દ્રઢ વિશ્વાસ અને ભરોસો અપાવેલ હતો.
આ કંપનીમા ભરોશો આવતા નિયમ મુજબ નાણા રોકવાનુ શરૂ કર્યું અને વોટ્સઅપ ગૃપ માં રૂપીયા રોકાણ અંગેની વાતચીત થતી રહેતી હતી. હું જ્યારે આ કંપનીમાં જોડાયેલ તે વખતે અશોકભાઇએ મને જણાવેલ કે ,ગોવા ખાતે પણ શહેરમાં એક ઓફીસ આવેલ છે. તે હાલે કાર્યરત છે અને અમો અવાર નવાર ત્યા જઇ આવેલ છીએ.તેમજ અમારી મવડીમાં ઓફીસ ઉમિયાજી એસ્ટેટ મવડીમાં આવેલ છે અને ત્યાં નવલસિંહ ચુડાસમાં બેસે છે. તેમજ અમો ત્યા જ બેસીને કંપનીના તમામ વ્યવહાર કરીએ છીએ. જેથી મે આ કંપનીમાં રોકાણ કરવા મા ટે મારા મિત્ર સુનીલભાઈ પાટીલને રૂ.10,000 રોકડા ગઇ તા.17/10/2020 ના રોજ આપેલ હતા.
જે રૂપિયા સુનિલભાઈએ નવલસિંહ ચુડાસમાની ઓફિસે જઇ અશોકભાઈ સોરઠીયાને આપેલ અને બીજા દિવસે મારા આઈ.ડી. વોલેટમાં ડોલર તરીકે જમા થયેલ હતા.તે પછી બીજીવાર મે સુનીલભાઈ પાટીલને રોકડા રૂ.20,000 આમ રૂ.30,000 જમા કરાવવા સારૂં આપેલ હતા.જે બે ત્રણ દિવસ પછી મારા આઈ.ડી.વોલેટમાં જમા થયાનું જાણવા માટે વેરીફિકેશન કરેલ તો ડોલર જમા થયેલનું બતાવ્યું હતું.મે કુલ રૂ.30,000 જેટલા નાણાં રોકડા રોકેલ હતા. જેથી અમારા પરિવારના પૈસા જમા કરાવ્યા હતા.જેમાં લોગીન કરવાથી રોજેરોજનું કમીશન દેખાતુ હતુ.
ત્યાર પછી આ કંપનીની વેબસાઈટ બંધ થઈ જતા તે લોકોએ અલગ અલગ બહાના બતાવી રાહ જોવાનું કહી આશ્વાસન આપ્યું હતું. ઘણા દિવસો થઇ જવા છતાં પણ અમારા ખાતામાં કમીશનની રકમ જમા ન થતા અને કંપનીની વેબસાઇટ રાતોરાત બંધ થઇ ગયેલ હોય તથા વેબસાઈટ ચાલુ ન થતા આ તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પૂર્વ આયોજીત કાવતરૂ કરી એકસંપ કરીને છેતરપિંડી કરેલ હોવાનું સ્પષ્ટ પણે જાણવા મળ્યું હતું.આ કંપનીમાં કુલ 460 લોકોના રૂ.1,01,51,981ની છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા સીઆઈડી ક્રાઇમ રાજકોટમાં અરજી કર્યા બાદ ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી.
આ કંપનીની સાઇટ તાં.12/11/2020 થી ખુલવાની બંધ થઈ ગઈ હતી અને કમીશન પણ આવવાનું બંધ થઈ ગયું હતું.જેથી એજન્ટ અશોકભાઈ સોરઠીયાનો સંપર્ક કરતા તેવુ જણાવેલ કે,કંપનીની નવી વેબસાઈટ અપડેટ થાય છે.જેથી થોડો સમય રાહ જુઓ તમે રૂપિયા પરત ટ્રાન્સફર કરી લેતા નહિ થોડા દિવસોમાં આ કંપની ફરીથી કાર્યરત થઈ જશે અને આ કંપનીનુ કામ કરી રહેલ અમારા પાર્ટનર નવલસિંહ ચુડાસમા ગોવા જઈને આ કંપનીની ઓફિસની મુલાકાત લીધી છે અને જાણી લીધેલ છે.આ કંપની સારી રીતે ચાલી રહી છે.થોડા દિવસો બાદ અમારા એજન્ટ અશોકભાઈએ શ્યામભાઈને ફોન કરીને કહેલ કે, આ ટ્રેડ લોર્ડની વેબસાઈટ કોઈએ હેક કરી લીધી છે. એટલે કોઈના પેમેન્ટ ટ્રાન્સફર કરી શકાતા નથી અને વેબસાઈટ હેક કરવા વાળાને અમો શોધી રહ્યા છીએ. જ્યા સુધી આ વેબસાઈટનો ક્ધટ્રોલ ના આવે ત્યા સુધી તમામે રાહ જોવાની રહેશે.આ રીતે તમામ રોકાણકારોને વાત કર્યા બાદ આશ્વાસન આપ્યું હતું.
આ કંપનીના સભ્ય તરીકે શ્યામભાઈનું આઈ.ડી બની ગયેલ અને વોલેટ પણ ખુલી ગયું હતુ.અને વેરીફિકેશન માટે બેંક ખાતામાં રૂપિયા 01 આ કંપનીમાં પે.ટી.એમ. દ્વારા જમા થયેલ જેનો મેસેજ ગઇ તા.15/10/2020 ના મળતા શ્યામભાઈને ખાત્રી થયેલ કે કંપની બોગસ નથી.જેથી તેઓના પરિવારનું રોકાણ કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.