બાલાસિનોરમાં લાયન્સ રિજિયન કોન્ફરન્સનું આયોજન કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7hkhnztzgpawvz3u/" left="-10"]

બાલાસિનોરમાં લાયન્સ રિજિયન કોન્ફરન્સનું આયોજન કરાયું


લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 32 32 F-1ના રીઝિયન ચેરમેન લા. મનહર ઠાકરની રિજિયન કોન્ફરન્સ ગાર્ડન પેલેસ, બાલાસિનોરમાં યોજાઈ હતી. ઉદઘાટક ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.વિજયસિંહ ઉમટ, રિજિયન ચેરમેન લા.મનહર ઠાકર અને અન્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રિઝિયન કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. ડિસ્ટ્રિક્ટ ચેરમેન લા.વિજય ઉમટે લાયન્સ ક્લબ બાલાસિનોર અને રિજિયનમાં સમાવિષ્ટ લાયન્સ ક્લબોની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં રિજિયનમાં સમાવિષ્ઠ ક્લબોએ બેનર પ્રેઝન્ટેશન કર્યા બાદ ક્લબોને સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન ઇન્ટરનેશનલ ડાયરેક્ટર (એન્દ્રોસી) લા. રમેશપ્રજાપતિ અને અતિથિ વિશેષ PMCC લા. જે.પી. ત્રિવેદીએ બાલાસિનોર લાયન્સ ક્લબની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કાર્યક્રમમાં PDG લા. કૃષ્ણકાંત દેસાઈ, PDG લા.દિનેશ સુથાર, PDG લા.જયેશ દલાલ તેમજ VDG-1 લા. મનોજ પરમાર VDG -2 લા.દીપક સુરાનાએ લાયનવાદ અંગે જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઝન ચેરમેન લા. ધ્રુવેશ પારેખ,અને લા. નૃપલ પટેલ અને લાયન્સ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ ચેરમેન ડો.લા. વિમલ પટેલ અને કોન્ફરન્સ વાઈસ ચેરમેન ડો.લા. રાકેશ શાહ, લાયન્સ ક્લબ બાલાસિનોરના પ્રમુખ લા. ઋચિર ઉપાધ્યાય અને લાયન્સ સભ્યોના સહકારથી કોન્ફરન્સ સફળ રહી હતી.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]