માળીયા હાટીના સમસ્ત કારડીયા રાજપૂત સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો - At This Time

માળીયા હાટીના સમસ્ત કારડીયા રાજપૂત સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો


માળીયા હાટીના મુકામે માળિયા હાટીના માં રહેતા સમસ્ત કારડીયા રાજપૂત સમાજ વતી તાજેતર માં શ્રી ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સીલના સુપ્રીમો તરીકે શ્રી લક્ષ્મણભાઈ યાદવ ની વર્ણી થતા તેમનું સન્માન તથા કારડીયા રાજપૂત સમાજના નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સન્માન અને ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી બનેલા કારડીયા રાજપૂત સમાજના યુવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. જે તકે સમાજના વડીલો, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વાલાભાઈ પરમાર, માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કાનજીભાઈ યાદવ હાલના તાલુકા પંચાયત ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ અન્ય વડીલો અને નવયુવાનો તેમજ બહેનો તથા તમામ નોકરિયાત વર્ગ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા કારડીયા રાજપૂત સમાજના નવ યુવાનો એ ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.