ઉમરાળાના ધોળા ખાતે માર્કેટીંગ યાર્ડ દશેરાથી ખેડૂતો માટે શરૂ કરવામાં આવશે ખેડૂતોને કપાસ લાવવા અપીલ - At This Time

ઉમરાળાના ધોળા ખાતે માર્કેટીંગ યાર્ડ દશેરાથી ખેડૂતો માટે શરૂ કરવામાં આવશે ખેડૂતોને કપાસ લાવવા અપીલ


*ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે દશેરાએ હરાજી શરૂ કરવા કવાયત હાથ ધરાઇ*

ઉમરાળા તાલુકાના ખેડૂતો માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ થયેલ હોય ઉમરાળા તાલુકાના ખેડૂતો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન ઘનશ્યામભાઈ ખુંટ,વાઈસ ચેરમેન લગધીરસિંહ ગોહિલ તેમજ ડિરેક્ટરોઓની હાજરીમાં તાલુકાના વેપારીયો, એજન્ટો,જિનિંગ મિલના માલિકો સાથે બેઠક યોજાયેલ,તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દશેરાના દિવસે ખેડૂતોનો કપાસ ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ,એજન્ટો દ્વારા ખરીદી કરવામાં આવશે અને APMC યાર્ડ ધમધમતું કરવા ચેરમેન દ્વારા સૌ ખેડૂતોને અપીલ કરવામાં આવેલ ઉમરાળા તાલુકાના દરેક ગામોના ખેડૂતોને દશેરાના દિવસે સવારે 10:00 કલાકે યાર્ડમાં કપાસ લાવવા વિનંતી સહ અપીલ કરવામાં આવે છે તેમ ધોળા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ ખુંટ,વાઇસ ચેરમેન લગધીરસિંહ ગોહિલ,સેક્રેટરી કાળુભાઈ ડવ સહિતની યાદીમાં જણાવાયુ છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.