બાલાસિનોર આખરે જમિયતપુરા મા કુવા ના પાણી દૂષિત થતા પ્રાંતને રજૂઆત કરવામાં આવી - At This Time

બાલાસિનોર આખરે જમિયતપુરા મા કુવા ના પાણી દૂષિત થતા પ્રાંતને રજૂઆત કરવામાં આવી


આખરે જમીયતપુરામાં કૂવાનાં પાણી
દૂષિત થતાં પ્રાંતને રજૂઆત કરવામાં આવી

અનેક વખત ગામના આગેવાનો-પદાધિકારીઓ આંદોલન તેમજ આમરણાંત ઉપવાસ પર બેઠાં હતા

તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાતાં ગ્રામજનોમાં રોષ

બાલાસિનોર તાલુકામાં આવેલ જમિયતપુરા ગામની સિમમાં મેસર્સ મૌર્યા એન્વાયરોમેન્ટ પ્રો. પ્રા.લિ. કંપની હાલ કાર્યરત છે. જેનાથી અનેક પ્રકારે માનવ, પશુ, પક્ષી, જમીન હવા, પાણી વગેરેનું દિન પ્રતિદીન પ્રદુષણ વધતું જાય છે. જેથી અનેક પ્રકારે નુકશાન થાય છે. હાલ જમીયતપુરા ગામેહિતેન્દ્રભાઇ જ્યંતિભાઇ પટેલના કુવામાં કાળુ પાણી આવી ગયેલ છે. અને ખુબજ દુર્ગંધ મારે છે. વધુમાં જણાવવાનું કે હજુ તો ચોમાસાની શરુઆત થાય છે અને અત્યારથી જ આવા નુકશાનની શરુઆત થયેલ જોવા મળી છે. તો ભવિષ્યમાં કેટલુ અને કેવા પ્રકારનું નુકશાન ક્રૂ થશે ? આ બાબતે જવાબદાર કોણ ? આ ડેપિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવા માટે આપની કચેરીએ વારંવાર આવેદનપત્રપણ આપેલ છે અને અનેક વખત ગામના આગેવનો તેમજ પદાધિકારિઓ ઉપવાસ આંદોલન તેમજ આમરણાંત ઉપવાસ પર પણ બેઠેલ હતા.
પરંતુની તંત્રની ધોર બેદરકારીને લીધે હાલ પ્રજાને આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો છે. તો આની સંપુર્ણ જવાબદારી તંત્રની હોઇ આ અંગે યોગ્ય કાર્યવાહિ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.