વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ તા.-૧૦/૦૭/૨૦૨૨ *:: મો.સા. ચોરી કરી સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર તેમજ અગાઉ પ્રોહીબીશન, - At This Time

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ તા.-૧૦/૦૭/૨૦૨૨ *:: મો.સા. ચોરી કરી સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર તેમજ અગાઉ પ્રોહીબીશન,


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ
તા.-૧૦/૦૭/૨૦૨૨

*:: મો.સા. ચોરી કરી સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર તેમજ અગાઉ પ્રોહીબીશન, મો.સા. ચોરી તથા બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર રીઢા ગુનેગારને પોકેટકોપ તથા નેત્રમ સીસીટીવી જેવી આધુનીક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગણતરીની કલાકોમાં પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ::*
------------------------------------------------------
💫જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ ગુમ/અપહરણ/પોકસો જેવા ગંભીર પ્રકારના વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા તથા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અઘિકારીઓને સુચના આપેલ હોય જે અન્વયે

💫 *ફરિયાદની વિગત-* વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૩૭૫/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૨૩,૩૭૭,૫૦૬(૨) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ -૨૦૧૨ ની કલમ- ૪, ૬ મુજબ* નો ગુન્હો ગઇ કાલ તા.૦૯/૦૭/૨૦૨૨ ના રોજ નોંધાયેલ હોય જેમાં સદરહું ગુન્હાના ફરિયાદીએ જણાવેલ હોય કે *પોતાના સગીર વયનો દીકરો ઉં.વ.૧૩ નાઓ વેરાવળ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રેંકડીઓ પાસે જમવાનું માંગતો હતો તે વખતે આ કામના આરોપી દિલીપ ઉર્ફે દુલીયો રહે.વેરાવળ વાળો આવી જમવાનું આપવાનું કહી લલચાવી ફોસલાવી આરોપીએ તેની મોટર સાયકલમાં બેસાડી ફરિયાદીના કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી વેરાવળ બંદરમાં લઇ જઇ તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરેલ હોય* જે ગંભીર બનાવ બાબતે ઉપરોકત ગુનો રજી. કરવામાં આવેલ છે. તેમજ *આરોપીએ સદરહુ ગુનાના કામે ઉપયોગ કરેલ મો.સા. પણ આરોપીએ વેરાવળ ભીડીયા સર્કલ આગળ મિલન સોડાની બાજુ વાળી ગલીમાં ચોરી કરેલ હોય જે બનવા બાબતે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૩૭૬/૨૦૨૨ આઇ.પી.સી. ક.૩૭૯* મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ

💫 *આરોપી અટકની વિગત-* સદરહુ ગુન્હાના આરોપી *દિલીપ ઉર્ફે દુલીયો બાબુભાઇ ચૌહાણ રહે.વેરાવળ, ખારવાવાડ, હાલ રહે.હુડકો સોસાયટી વાળાને પકડી પાડવા વેરાવળ સીટી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવી આધારે ટેકનીકલ સર્વેલન્સથી જીણવટપુર્વક બનાવ બાબતે માહીતી મેળવી* બનાવ બનેલના શરૂ રાત્રીના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી તથા એસ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા વિનુભાઇ દુર્લભભાઇ* નાઓ સદરહુ ગુનાના આરોપીને પકડી પાડવા વેરાવળ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *એસ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા* નાઓની બાતમી હકીકત આધારે ઉપરોકત બન્ને ગુનાના આરોપી *આરોપી દિલીપ ઉર્ફે દુલીયો બાબુભાઇ ચૌહાણ રહે ખારવા વાડ હાલ હુડકો સોસાયટી* વાળાને પકડી પાડી ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૩૭૫/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૬૩, ૩૨૩, ૩૭૭, ૫૦૬(૨) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ -૨૦૧૨ ની કલમ- ૪, ૬ ના કામે ધરોણસર અટક કરી નામ.કોર્ટમાં રજુ પોલીસ કસ્ટડી રીમાન્ડ માગવા તેમજ ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૩૭૬/૨૦૨૨ આઇ.પી.સી. ક.૩૭૯ ના કામે અટક કરવા તજવીજ કરેલ છે.

💫 *આરોપીનો ગુનાહીત ઇતિહાસ-* મજકુર આરોપી આ અગાઉ પ્રોહીબિશન, મો.સા. ચોરીઓ, બળાત્કાર તેમજ પોકસો જેવા ગંભીર ગુન્હાઓમાં પકડાયે છે. જેની વિગત નીચે પ્રમાણે છે.
(૧)થર્ડ-૫૧૨૧/૧૮ પ્રોહી ક. ૬૫ઇ, ૯૮(૨), ૯૯, ૮૧ વિ. મુજબ–વેરાવળ સીટી પો.સ્ટે.
(૨)ફર્સ્ટ-૪૨/૧૮ આઇ.પી.સી.ક.-૩૮૦,૪૫૪, ૪૫૭, ૧૧૪ મુજબ પ્રભાસ પાટણ પો.સ્ટે.
(૩)૧૧૧૮૬૦૦૯૨૦૦૦૯૦/૨૦ આઇ.પી.સી.ક.-૩૭૯, ૧૪૪ મુજબ- વેરાવળ સીટી પો.સ્ટે.
(૪)૧૧૧૮૬૦૦૯૨૦૦૦૯૧/૨૦ આઇ.પી.સી.ક.-૩૭૯, ૧૪૪ મુજબ- વેરાવળ સીટી પો.સ્ટે.
(૫)૧૧૧૮૬૦૦૯૨૦૦૦૯૪/૨૦ આઇ.પી.સી.ક.-૩૭૯, ૧૪૪ મુજબ- વેરાવળ સીટી પો.સ્ટે.
(૬)૧૧૧૮૬૦૦૯૨૦૦૦૯૬/૨૦ આઇ.પી.સી.ક.-૩૭૯, ૧૪૪ મુજબ- વેરાવળ સીટી પો.સ્ટે.
(૭)ફર્સ્ટ-૯૬/૧૯ આઇ.પી.સી.ક.-૩૭૯, ૧૪૪ મુજબ- સી ડીવી. પો.સ્ટે. જુનાગઢ.
(૮)૧૧૧૮૬૦૦૯૨૧૦૧૨૪/૨૧ આઇ.પી.સી.ક.-૩૬૩, પોકસોની ક.૧૧(૬), ૧૨ મુજબ- વેરાવળ સીટી પો.સ્ટે.

💫 *કામગીરી કરનાર અધિ./કર્મચારી-* પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી તથા એસ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા વિનુભાઇ દુર્લભભાઇ નાઓ જોડાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.