ધનસુરા ભારતીય કિસાનસંઘે કમોસમી વરસાદથી કિસાનોને થયેલ નુકસાની માટે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર અપાયું - At This Time

ધનસુરા ભારતીય કિસાનસંઘે કમોસમી વરસાદથી કિસાનોને થયેલ નુકસાની માટે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર અપાયું


આજે દિનાંક 20/3/2023 ના રોજ ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકા ની કારોબારીની વિશેષ બેઠક મળી હતી જેમાં કમોસમી વરસાદથી તાલુકાની સંપૂર્ણ કારોબારી તથા જાગૃત કિસાનો સાથે મળીને આવેદનપત્રો આપ્યા હતા અને મામલતદાર શ્રી તથા ટીડીઓ શ્રી ને લાગણી સાથે માગણી કરી હતી કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું સાચું આકલન કરી સાચી માહિતી સરકાર શ્રી સુધી પહોંચાડજો જેથી કરીને ખેડૂતોને પડતા પર પાટુ જેવા હાલ થયા છે તે માટે તેમને સારું એવું વળતર મળે તે માટે વિનંતી કરી હતી તાલુકા અધ્યક્ષ બાબુભાઈ પટેલ તાલુકા મંત્રી કેશુભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારો સાથે રહ્યા હતા તેવું અરવલ્લી જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ દિલીપભાઈ ની યાદી જણાવે છે
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.