હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ ઇલોલ આઉટ પોસ્ટ ખાતે - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ ઇલોલ આઉટ પોસ્ટ ખાતે


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ ઇલોલ આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ જેમાં ગામના આગેવાન તથા નવ યુવાનો હાજર રહ્યા અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી એસ આઇ‌ શ્રી વાય. બી . બારોટ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા

પી.એસ.આઇ બારોટ સાહેબે જણાવ્યું હતું કે ઇલોલ ગામ એક મોટું ગામ છે તો બહારના વ્યક્તિઓ પણ આવે છે ગામના સ્થાનિકોની જવાબદારી છે કે બહારના વ્યક્તિઓ દ્વારા બહારના લોકોની જાણકારી મળી રહે તથા ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર અગમ ચેતીના ભાગરૂપે ગામના મિલ્કત ધારકો તથા ધંધા દારીઓને તેમને ત્યાં વસવાટ કરી કામ કરતા લોકોના જરૂરી આધાર પુરાવા તથા જરૂરી ડોક્યુમેન્ટ લઈને ગામ પંચાયત તથા ઇલોલ આઉટ પોલીસ સ્ટેશન એ જમા કરાવે
અને
સાબરકાંઠા કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવે છે તે અમલ કરવાની આપણી જવાબદારી છે

વધુ આ શાંતિ સમિતિ મિટિંગમાં ગામના ટ્રાફિક ના વિશે અને અન્ય ગામની એકતા વિશે ચર્ચા કરવામાં આવી હતી

આ સાથે ઇલોલ ગામ પંચાયત દ્વારા પણ
વધુમાં

ઈલોલ ગ્રામ પંચાયતના સરપંચ પાસેથી મળતી વિગત મુજબ છેલ્લા કેટ લાક સમયની સાથે ગામની વસતી અને તેનો વિકાસ વધતા ઈલોલમાં દુરદુરથી કામધંધાર્થે આવેલ લોકોમાં નશાખોરી તથા ગુનાખોરીનુ વધુ પ્રમાણ જણાતા તથા તાજેતરમાં યુ.પી.થી આવેલ લઘુમતી સમાજના એક શખ્સ સલુનનો ધંધો ચાલુ કરી તે ધંધો યુ.પી.ના બીજા શખ્સને ચલાવવા આપ્યા બાદ લેતી દેતી મામલે ચાર શખ્સોએ મળી હત્યા કરી તેની લાશ કડોલી સીમમાં નાખી

દઈ પુરાવાનો નાશ કરવાના પ્રયાસની ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટની સાથે ભયની લાગણી ફેલાઈ છે. જેથી ગ્રામ પંચાયત દ્વારા તાકીદે હરકતમાં આવી ગામમાંતથાસીમમાં રહેતા બહારના લોકોની જાણકારી મળી રહે તથા ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર અગમ ચેતીના ભાગરૂપે ગામના મિલ્કત ધારકો તથા ધંધા દારીઓને તેમને ત્યાં વસવાટ કરી કામ કરતા લોકોના જરૂરી આધાર પુરાવા તથા જરૂરી ડોક્યુમેન્ટ |

તા.૨૦ થી ૨૯ માર્ચ ૨૦૨૩ | દરમ્યાન ગ્રામ પંચાયત અને આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા નોટીસમા જણાવી જો તેમ કરવામાં ન આવે તો કાયદેસર ન કાર્યવાહી કરવા ચિમકી અપાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon