લખતર તાલુકાના લીલાપુર રોડ પમપિંગ સ્ટેશન નંબર 2 વચ્ચેના સાયફન જર્જરિત હાલતમાં - At This Time

લખતર તાલુકાના લીલાપુર રોડ પમપિંગ સ્ટેશન નંબર 2 વચ્ચેના સાયફન જર્જરિત હાલતમાં


જીવના જોખમે પશુપાલક પોતાના પશુ લઈ ખેડૂત પોતાના વાહન લઈ પસાર થઈ રહ્યા છે.

લખતર તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલ ઉપર ત્રણ પમપિંગ સ્ટેશન સાથે કેનાલ ઉપર કેનાલની એક બાજુથી બીજીબાજુ જવા માટે અનેક પુલ આવેલ છે સાથે કેનાલની એક બાજુથી બીજીબાજુ જવા સાયફન બનાવવામાં આવ્યા છે તેમાંથી એક તરફની સીમમાનું પાણી બીજી તરફ જતું રહે તેમાટે સાયફન બનાવવામાં આવ્યા છે આદલસરથી લીલાપુર તરફ જવાના રોડ ઉપરથી કેસરિયા પમપિંગ સ્ટેશન તરફ જતી કેનાલ ઉપર બે સાયફન આવેલા છે બંને સાયફન ખુબજ જર્જરિત છે આ બન્ને સાયફનનું સરકાર દ્વારા અનેકવાર સર્વે કરવામાં આવ્યું છે પરંતુ રીપેરીંગ કરવામાં આવતું નથી હાલમાં બન્ને સાયફનમાંથી ખેડુત મજૂર પોતાના વાહન સાથે પશુપાલક પોતાના પશુ સાથે જીવના જોખમે પસાર થાય છે થોડા દિવસ પહેલા બજરંગપુરા પાસે કેનાલ ઉપર આવેલ જર્જરિત નાળાના કારણે બાઈક ચાલકનો અકસ્માત થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયુ હતુ ત્યારે સરકાર દ્વારા આ સાયફન ઉપર અકસ્માત થશે પછી સાયફન પુલ રીપેરીંગ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.