*ગારીયાધારમાં ખુલ્લુ ફરસાણ રાખી વેચાણ કરતાં આરોગ્ય પર ખતરો* - At This Time

*ગારીયાધારમાં ખુલ્લુ ફરસાણ રાખી વેચાણ કરતાં આરોગ્ય પર ખતરો*


*ગારીયાધારમાં ખુલ્લુ ફરસાણ રાખી વેચાણ કરતાં આરોગ્ય પર ખતરો*

જ્યા જુઓ ત્યાં નાસ્તા-ફરસાણની આડેધર લારીઓ લોકોના આરોગ્ય સામે ખતરો તો નથીને :તપાસનો વિષય

હાલ ઉનાળાની સીઝનમાં નાસ્તા-ફરસાણ પર કડક ચેકીંગ કરવુ જરૂરી ઉનાળો બેસે એટલે ઋતુચકમા ફેરફાર થતો હોય છે પરંતુ હાલ ઉનાળાની શરૂઆત તો થઈ ચૂકી છે પણ બે ઋતુ જેવા દિવસો જોવા મળી રહ્યાં છે જેના કારણે લોકોમાં રોગચાળો વધતો દેખાય રહ્યો છે

ત્યારે આવી ઋતુમાં અખાદ્ય સામગ્રી કે ભેળસેળયુકત ખોરાકના લીધે લોકોના આરોગ્ય પર ખતરો વધુ તોળાતો હોય છે

ત્યારે હાલ ગારીયાધાર શહેરમાં જ્યાં જોઇએ ત્યાં ફરસાણ-નાસ્તાઓની લારીઓ જોવા મળી રહી છે અને તેમાય કેટલીય લારીઓમા ખાધ સામગ્રી ઉઘાડી રાખી વેચાણ કરવામાં આવી રહ્યાનુ સામે આવી રહ્યું છે

તેમાય ગારીયાધાર સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે જ કેટલી નાસ્તાઓની લારીઓ ઉભી રાખી વેચાણ કરતા નજરે પડે છે ત્યારે સમયાંતરે આ લારીઓની ચકાસણી કરવી જરૂરી છે
એકબાજુ બે ઋતુ જેવા હવામાન હોવાથી લોકોમાં સરદી.તાવ.મેલેરીયા જેવા રોગો વધી રહ્યાં હોય ત્યારે તંત્ર દ્વારા અખાદ્ય સામગ્રી કે ભેળસેળયુકત તેમજ ખુલ્લુ રાખી નાસ્તા-ફરસાણ વેચતાં વિક્રેતાઓ પર કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે

તદઉપરાંત આ ફરસાણ રાધણગેસનો ઉપયોગ કરતાં હોય પરંતુ કોઈ ફાયર સેફ્ટીની સુવિધાઓ પણ ન હોય ત્યારે જો અકસ્માત દુર્ઘટના બને તે જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.