ચુંટણી કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ના પડે તે હેતુસર જિલ્લા ફરીયાદ સમિતિની રચના કરવામાં આવી. - At This Time

ચુંટણી કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ના પડે તે હેતુસર જિલ્લા ફરીયાદ સમિતિની રચના કરવામાં આવી.


અરવલ્લી જિલ્લા ફરિયાદ સમિતિના કન્વીનરનો ટેલીફોન નંબર કરવામાં આવ્યો જાહેર.
જિલ્લા ફરીયાદ સમિતિના કન્વીનર નોડલ અધિકારીશ્રી અરવલ્લી-મોડાસાને ૦૨૭૭૪-૨૯૯૦૩૩ ફોન નંબર પર સંપર્ક કરી શકાશે.
ચુંટણી કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ના પડે તે હેતુસર જિલ્લા ફરીયાદ સમિતિની રચના કરવામાં આવી.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪નું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ થનાર છે જે અંગેની જાહેરાત તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ થયેલ છે જેની સાથે જ દરેક તાલુકા કક્ષાએ ફ્લાઇંગ સ્ક્વોડની કામગીરી ચાલુ થયેલ છે. હવે તા.૧૨/૦૪/૨૦૨૪ના રોજ ચુંટણી અંગેનું જાહેરનામુ બહાર પાડવાનું છે જેથી તે દિવસેથી સ્ટેટીક સર્વેલન્સ ટીમની કામગીરી જિલ્લામાં અલગ અલગ સ્થળે તપાસ નાકા ઉભા કરી આ કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં આવેલ પોલીસ દ્વારા પણ પોતાના દ્વારા તપાસણી કરવામાં આવે છે.

આ તમામ ટીમો દ્વારા કરવામાં આવેલ તપાસણી દરમિયાન ગેરકાનુની/બીન હિસાબી મળી આવેલ રોકડ અથવા અન્ય ચીજવસ્તુઓ ચુંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગેની સુચનાઓ મુજબ જોડાણ G-7 મુજબની પહોંચ આપી જપ્ત કરવામાં આવે છે. હવે પછી આ વિશે વધુ વિગતો અથવા આગળની કાર્યવાહી માટે ચુંટણી પ્રકિયા દરમિયાન જાહેર જનતા તેમજ સાચી વ્યકિતઓને અગવડ ના પડે તે હેતુસર અને તેમની ફરીયાદ હોય તો તેના નિવારણ માટે જિલ્લા ફરીયાદ સમિતિની રચના કરવામાં આવેલ છે.

આને અનુલક્ષીને જિલ્લા ફરીયાદ સમિતિના કન્વીનર નોડલ અધિકારી ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવલ્લી-મોડાસાનો ફોન નંબર ૦૨૭૭૪-૨૯૯૦૩૩ છે. આ નંબર પર આપ ચુંટણી ખર્ચને લાગતી ફરિયાદ કરી શકો છો અને સમાધાન મેળવી શકો છો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.