મહિસાગર : સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર નગરના ડી.જે. સંચાલકો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર શ્રી.કે કે ડિંડોરના અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6g7h2zepzhadweti/" left="-10"]

મહિસાગર : સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર નગરના ડી.જે. સંચાલકો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર શ્રી.કે કે ડિંડોરના અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ.


મહિસાગર : સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર નગરના ડી.જે. સંચાલકો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર શ્રી.કે કે ડિંડોરના અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ.

સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર નગરના ડી.જે. સંચાલકો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે 18 ફેબ્રુઆરી 2024 ના સાંજના 06 કલાકે ડી.જે. સંચાલકોને જરૂરી સુચના અંગત મિટિંગ યોજાઈ હતી.જેમાં મીટીંગ અંતર્ગત સંતરામપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર શ્રી. કે.કે. ડિંડોરે જરૂરી સુચના આપી જણાવ્યું હતું કે તમારે બધાએ સરકાર શ્રી ના નિયમો મુજબ રાતે 11 વાગ્યા પછી ડી.જે. વગાડવું નહીં અને સાથે રાત્રીના સમયે સિટીમાં ડીજે. સાઉન્ડ સરકાર ના નિયમો મુજબ રાખવા તથા સિટીમાં ડી.જે. કાઢો તો સરકાર ના નિયમો મુજબ પરમિશન લઈને કાઢવું તેમ જણાવ્યુ હતુ.
અને વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ડી.જે. સંચાલક આ બાબતનો નિયમ નો ભંગ કરશે અને અમારા જાણમાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેની નોંધ લેવી તેવી જરૂરી સુચના આપવામાં આવેલ હતી.
જેમાં આવેલ ડી.જે. સંચાલકો એ આ બાબતે સાહેબ ની સુચના ને સ્વીકારી હતી. અને અંતે આ મીટિંગ ને સંપૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી.
આ મીટિંગ માં સંતરામપુર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર શ્રી.કે.કે. ડિંડોર સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. વરિયા તથા કરશન માલીવાડ તેમજ સંતરામપુર તાલુકાના અમુક ડી.જે. સંચાલકો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]