કંથારપુરા પ્રાથમિક શાળામાં સાઇબેજ કંપની દ્વારા શાળામાં પેન્ટિંગ કરી શાળાની શોભા વધારી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6esalnqe8hu2bebv/" left="-10"]

કંથારપુરા પ્રાથમિક શાળામાં સાઇબેજ કંપની દ્વારા શાળામાં પેન્ટિંગ કરી શાળાની શોભા વધારી


દહેગામ ના કંથારપુરા પ્રાથમિક શાળા ખાતે સાઈબેજ કંપની દ્વારા શાળામાં કલરકામ, શૈક્ષણિક ચિત્રો તેમજ પીવાના પાણીની ટાંકીનું નવીનીકરણ કરવામાં આવતા કંપનીના મેનેજર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સાઈબેજ કંપની દ્વારા ગામની શાળામાં ઉત્તમ કાર્ય કરતા શાળાના દરેક રૂમમાં વિધાર્થીઓને વિષય આધારિત પેન્ટિંગ કરી તેમજ શાળા ના બહાર મેદાનમાં પણ કલર કામ કરી શાળાની શોભા વધારી હતી.આ પ્રસંગે કંથારપુરા ગ્રામજનો તેમજ આચાર્યશ્રી શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી સાઈબેજ કંપનીના મેનેજર પ્રશાંત મહામૂનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સાઈબેજ કંપનીના કિરણભાઈ કંથારપુરા ગામના સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયત સદસ્ય કંથારપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ભરતભાઈ પટેલ તેમજ શિક્ષક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]