અમદાવાદ ખાતેથી સિનિયર કેમેરામેન શ્રી હર્ષેન્દુ ઓઝા માનભેર વયનિવૃત્તિ થયાં - At This Time

અમદાવાદ ખાતેથી સિનિયર કેમેરામેન શ્રી હર્ષેન્દુ ઓઝા માનભેર વયનિવૃત્તિ થયાં


તા:01/11/2023
અમદાવાદ

અહેવાલ પ્રાદેશિક માહિતી વિભાગ

માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ શ્રી હર્ષેન્દુ ઓઝા સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા
પોતાના સુદીર્ઘ કાર્યકાળ દરમિયાનના ઘણા પ્રસંગો અને ક્ષણો યાદ કરતા ભાવુક થયા કેમેરાના કસબી શ્રી હર્ષેન્દુ ઓઝા
શ્રી હર્ષેન્દુ ઓઝાનું નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપતી અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી

માહિતી વિભાગના વરિષ્ઠ સિનિયર કેમેરામેન શ્રી હર્ષેન્દુ ઓઝા 31-10-2023 ના રોજ પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી માનભેર વયનિવૃત્ત થયા.આ તકે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓએ વય નિવૃત્તિ લઈ રહેલા
શ્રી હર્ષેન્દુ ઓઝાને નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપી. વિદાય સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંપૂર્ણ સ્ટાફ પરિવાર વતી નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી શ્રી હર્ષેન્દુ ઓઝાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ શ્રી હર્ષેન્દુ ઓઝા સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા.
છેલ્લાં 30 વર્ષમાં માહિતી વિભાગમાં કેમેરામેન તરીકેની નોંધપાત્ર કામગીરી દ્વારા રાજ્ય-કેન્દ્ર સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી લાભાન્વિત કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રી હર્ષેન્દુ ઓઝાના વિવિધ કાર્યપ્રસંગોને આ પ્રસંગે વાગોળવામાં આવ્યા.
શ્રી હર્ષેન્દુ ઓઝાની કેમેરા સ્કીલની સાથોસાથ આગવી કાર્યશૈલી, કોઠાસૂઝ, જનસંપર્ક કળા અને આત્મવિશ્વાસથી કાર્યો પાર પાડવાની કાર્યપદ્ધતિને માહિતી વિભાગની અલગ અલગ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓએ વાગોળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલાં 30 વર્ષોમાં કેમેરાના કસબી શ્રી ઓઝાએ રાજ્ય સરકારના અનેક મહત્વના કાર્યક્રમો, ઉપક્રમો અને યોજનાઓના પ્રચાર પ્રસારમાં પોતાની કેમેરા સાથેની અને કેમેરા સિવાયની જવાબદારીઓ અને આગવી કાર્યપદ્ધતિ દ્વારા સૌ અધિકારીઓ, કર્મચારીઓમાં પોતાની આગવી છાપ છોડેલી.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
એટ ધીસ ટાઈમ ન્યૂઝ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.