રાજકોટમાં ખાડામાં ખાબકેલો યુવક ઓવરસ્પીડમાં અન્ય બાઈક સાથે અથડાયો,10 સેકન્ડમાં મોત મળ્યું - At This Time

રાજકોટમાં ખાડામાં ખાબકેલો યુવક ઓવરસ્પીડમાં અન્ય બાઈક સાથે અથડાયો,10 સેકન્ડમાં મોત મળ્યું


રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, એમાં ઘટનાસ્થળે જ હર્ષ દાવડા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. આ હાલ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં નિહાળી શકાય છે કે રોડ પર અચાનક બાઈક આવતા હર્ષનું વાહન ઓવરસ્પીડમાં અન્ય બાઈક સાથે અથડાયું હતું જે બાદ તે ખાડામાં ખાબકે છે અને માત્ર 10 જ સેકન્ડમાં તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. આ મામલે મોડીરાત્રે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.