બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી


બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રી નિવાસ રામાનુજન નો જન્મ 22 મી ડીસેમ્બર 1887 ના રોજ થયો હતો. તેઓ મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમને ટૂંકા આયુષ્ય ગાળામાં આશરે 3900 જેટલા સમીકરણોના ઉકેલ મેળવ્યા હતા. તેમના બ્રિટિશ ગુરુ એવા પ્રોફેસર hardi ના કહેવા મુજબ 12 કલાક નો કોયડો 15 મિનિટમાં ઉકેલી શકતા હતા. તેમની 125 મી વર્ષગાંઠ ની ઉજવણી ના ભાગરૂપે 22 ડીસેમ્બર 2012 ના રોજ તે દિવસ ને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દર વર્ષે આ દિવસ આખા દેશમાં ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રામાનુજન ની યાદમાં સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આજે સામાન્ય જ્ઞાનની ક્વિઝ રમાડવામાં આવી હતી. તેમાં આર્યભટ્ટ, રામાનુજન, સી વી રામન અને પ્રેમાનંદ એમ ચાર ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ગણિત, વિજ્ઞાાન,ગુજરાતી, અંગ્રેજી, મનોવિજ્ઞાન, ભૂગોળ, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર અને સામાન્ય જ્ઞાન વિષયના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. છેલ્લે રામાનુજન ટીમ વિજેતા બની હતી. સમગ્ર ક્વિઝનું સંચાલન અંગ્રેજીના શિક્ષક શ્રી ચેતનભાઈ પટેલે કર્યું હતું. ડિજિટલ સ્કોર રાઇટિંગ નું કામ વિશાલભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ ક્વિઝમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનને તથા સર્વે સ્ટાફ મિત્રોને અભિનંદન આપ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.