વધુ 25 ઇલેકટ્રીક બસ રસ્તા પર દોડતી થઇ : મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન : પ્રદુષણમાં ઘટાડો થશે દિવાળી સુધીમાં વધુ 25 બસ આવી જશે : મહાપાલિકા ખાતે ટુંકા કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદો, મંત્રી, પદાધિકારીઓની હાજરીમાં પરિવહન સેવામાં નવો ઉમેરો : પ્રતિ કિ.મી. રૂા. 30ની ગ્રાન્ટ મળશે - At This Time

વધુ 25 ઇલેકટ્રીક બસ રસ્તા પર દોડતી થઇ : મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન : પ્રદુષણમાં ઘટાડો થશે દિવાળી સુધીમાં વધુ 25 બસ આવી જશે : મહાપાલિકા ખાતે ટુંકા કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદો, મંત્રી, પદાધિકારીઓની હાજરીમાં પરિવહન સેવામાં નવો ઉમેરો : પ્રતિ કિ.મી. રૂા. 30ની ગ્રાન્ટ મળશે


વધુ 25 ઇલેકટ્રીક બસ રસ્તા પર દોડતી થઇ : મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન : પ્રદુષણમાં ઘટાડો થશે
દિવાળી સુધીમાં વધુ 25 બસ આવી જશે : મહાપાલિકા ખાતે ટુંકા કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદો, મંત્રી, પદાધિકારીઓની હાજરીમાં પરિવહન સેવામાં નવો ઉમેરો : પ્રતિ કિ.મી. રૂા. 30ની ગ્રાન્ટ મળશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આજે મહાપાલિકા કચેરી ખાતે યોજાયેલા ટુંકા કાર્યક્રમમાં વધુ 25 ઇલે. બસને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. દિવાળી સુધીમાં નવી 25 બસ, તે બાદ 50 બસ અને ભવિષ્યમાં વડાપ્રધાનની નવી ઇ-બસ યોજના હેઠળ પણ મહાનગરને બસ મળવાની હોય, થોડા સમયમાં રાજકોટમાં માસ ટ્રાન્સપોર્ટેશન અમદાવાદ અને મુંબઇ જેવું સફળ થઇ જશે તેવી ધારણા છે.

જાહેર પરિવહન સેવા (બી.આર.ટી.એસ. તથા સીટી બસ સેવા)નું સંચાલન કોર્પો. નિર્મિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સંભાળવામાં આવી રહેલ છે. કેન્દ્ર દ્વારા મુખ્ય શહેરોની જાહેર પરિવહન સેવામાં ઈ-મોબીલીટીની જરૂરીયાતને ધ્યાને લઈને ફેમ ઈન્ડીયા સ્કીમ ફેઈઝ-2 યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં 50 ઇલે. બસ મંજુર કરવામાં આવતા જે તમામ ઇલે. બસ હાલ રાજકોટ મહાનગરપાલિકાની જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે.

જ્યારે બીજા તબક્કામાં 100 ઈલે. બસ મંજુર કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઇ-બસની એજન્સી દ્વારા પુરી પાડવાની થતી કુલ 100 ઇલેક્ટ્રીક બસ પૈકી હાલ પ્રથમ તબક્કામાં 25 ઈલે. બસ પુરી પાડવામાં આવેલ છે. જે રસ્તા પર દોડતી કરીને આટલી સંખ્યામાં ડિઝલ બસ પરત ખેંચવામાં આવી છે. તેનાથી પર્યાવરણનું જતન પણ થશે.

ઇ-બસમાં રસ્તાની પહોળાઇ ધ્યાને લઇ સાઇઝ, એ.સી., 33ની બેઠક ક્ષમતા, એફ.એમ. રેડીયો, જીપીએસ ટ્રેકીંગ, કેમેરા, મેડીકલ કીટ, ઇમરજન્સી એલાર્મ, કલરફુલ ઇન્ટીરીયલ છે. પ્રત્યેક મીડીયમ એ.સી. બસ માટે રૂા. 45 લાખ સુધીની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર એજન્સીને આપે છે.

મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ યોજના અંતર્ગત પ્રત્યેક ઈલેક્ટ્રીક બસના જાહેર પરિવહન અન્વયે અત્યાર સુધી મહત્તમ રૂ.25 પ્રતિ કિ.મી. મુજબની ગ્રાન્ટ મળવાપાત્ર હતી જે હવે પછીથી રૂ.30 પ્રતિ કિ.મી. મળશે. ઇલેક્ટ્રીક બસના ઉપયોગ થકી કન્વેશનલ ફ્યુઅલ(ડીઝલ)ની બચત થશે, જેથી કાર્બન ઉત્સર્જનનાં પ્રમાણમાં ઘટાડો થશે, આમ શહેરમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મેયર ડો.પ્રદિપ ડવ, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટે. ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કમિશ્નર આનંદ પટેલ, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

‘વાઇબ્રન્ટ રાજકોટ’નું વિમોચન : સર્વગ્રાહી વિકાસનો રોડ મેપ રજૂ
મહાનગરપાલિકા દ્વારા છેલ્લા અઢી વર્ષમાં અલગઅલગ ક્ષેત્રને આવરી લઈ શહેરના સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસ માટે હાથ ધરાયેલ વિવિધ વિકાસકામો તેમજ સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની જુદીજુદી ઈવેન્ટ્સના આયોજનો કરવામાં આવ્યા હતા. આ પ્રકારની મહત્વપૂર્ણ બાબતોને આવરી લઈ મહાનગરપાલિકાનું માહિતીસભર મેગેઝિન વાઈબ્રન્ટ રાજકોટ તૈયાર કરવામાં આવેલ છે.

આ મેગેઝિનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ, લાઈટહાઉસ પ્રોજેક્ટ,વિવિધ ફ્લાયઓવર બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સની સાથોસાથ રામવન અર્બન ફોરેસ્ટ, નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવ, નેશનલ ગેઈમ્સ, પીએમ સ્વનિધિ યોજના, ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ્સ, ક્લાઈમેટ ચેન્જ અંગેના પ્રોજેક્ટ, સ્વચ્છ ભારત મિશન અને અઢી વર્ષની વિકાસ યાત્રાની આછેરી ઝલક પ્રસ્તુત કરતો એક સંકલિત અહેવાલ તસવીરો સાથે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યુ હતું.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.