જીનિયસ અંગ્રેજી માધ્યમ શાળા સામખિયાળી માં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો - At This Time

જીનિયસ અંગ્રેજી માધ્યમ શાળા સામખિયાળી માં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો


સામખિયાળી ખાતે તારીખ ૧૬ ફેબ્રુઆરી ના પ્રગતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીનીયસ અંગ્રેજી માધ્યમ શાળામાં આઠમો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો
જેમાં અતિથિઓ, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાનાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી તેમ જ વિજેતા બાળકોને મેડલ ટ્રોફી અને પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે આપવામાં આવ્યાં હતાં. શાળાનાં આચાર્ય રેનું તિવારી મેડમે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને શાળાના ડાયરેક્ટર રાઉમાં સિકંદરે ઉપસ્થિત અતિથીઓનું સન્માન તેમ જ આભારવિધિ કરી હતી.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.