બાલાસિનોર ડાયનાસોર પાર્ક ખાતે આવેલ મહિલા સંચાલિત કેન્ટિંગ ખાલી કરાવવામાં આવી - At This Time

બાલાસિનોર ડાયનાસોર પાર્ક ખાતે આવેલ મહિલા સંચાલિત કેન્ટિંગ ખાલી કરાવવામાં આવી


ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ ઉપર જ મર્યાદિત

સ્થાનિક મહિલાઓની રોજગારી છીનવી લેવાઈ

સખી મંડળ ની મહિલાઓ સરકાર પાસેથી લોન લઈને કેન્ટીંગ ચલાવતી હતી

ગુજરાત સરકાર મહિલાઓને આત્મા નિર્ભર કરવાની વાતો કરે છે અને એક બાજુ રોજી રોટી છીનવી લે છે

વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર ફોસિલ પાર્ક એટલે બાલાસિનોર થી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ગામ જ્યાં ડાયનાસોર પાર્કમાં કેન્ટીન પણ આવેલી હતી જે કેન્ટીન રામનાથ સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતી હતી તે ખાલી કરવામાં આવી
બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે ડાયનાસોર ફોસીલ પાર્ક બનાવામાં આવ્યો છે. જેમાં ચાલતી કેન્ટીનને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી, રૈયોલી અને મેનેજીંગ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ લી. ગાંધીનગર તરફથી વામા કોમ્યુનિકેશન પ્રા.લી. ને એજન્સી આપવામાં આવી હતી. જે એજન્સીનો સમયગાળો 31 માર્ચ 2022ના રોજ પૂરો થઈ ગયેલ હતો. જેને લઈને અગાઉ શોપ તથા કેન્ટીન ચલાવવા બાબતે મૌખિક સૂચનાથી જાણ કરવામાં આવી હતી.
પરંતુ ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી, રૈયોલીના મ્યુઝિયમનું સંચાલન અને દેખરેખ રાખતી એજન્સી વામા કોમ્યુનિકેશન અમદાવાદનું ટેન્ડર તા.31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થતાં કેન્ટીન અને શોપનો ખાલી કરી વામા કોમ્યુનિકેશન પ્રા.લી.ને સોંપવા બાબતે જણાવવામાં આવેલ હોવા છતાં ન સોંપાતા બાલાસિનોર મામલતદાર સહિત પોલીસ બંદોબસ્ત સાથેનો કાફલો રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે પહોંચી ગયો હતો અને પાર્કમાં ચાલતી રામનાથ ગ્રામ સખી સંઘ સંચાલીત ચાલતી કેન્ટીન ખાલી કરાવાઇ હતી.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.