જામનગરમાં જીવલેણ લમ્પીમાં વધુ 58 ગૌવંશના મૃત્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/58-more-cattle-deaths-in-lumpy-virus-in-jamnagar/" left="-10"]

જામનગરમાં જીવલેણ લમ્પીમાં વધુ 58 ગૌવંશના મૃત્યુ


જામનગર,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગરમાં લમ્પી વાયરસ ઘાતક સાબિત થઈ રહ્યો છે, અને ગૌવંશ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે પણ પ૮ ગૌવંશના મૃત્યુ થયા હતાં.જામનગરમાં લાંબા સમયથી લમ્પી વાયરસે ડેરાતંબુ તાણ્યા છે. આ વાયરસની ગતિ ધીમી થતી જોવા મળતી નથી, ઉલટાનું આક્રમક્તાથી વાઇરસ ત્રાટકતાં ગૌવંશના મૃત્યુ થઈ રહ્યા છે.ફક્ત ચાલુ માસની ગૌવંશ મૃત્યુની સંખ્યા જોઈએ તો, તા.૧ ના પ૭, તા.ર ના ૪૦, તા.૩ ના ૪૯ અને ગઈકાલ તા.૪ ના પ૮ ગૌવંશના મૃત્યુ થયા હતાં. આમ ફક્ત ચાર દિવસમાં જ જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં જ ર૦પ ગૌવંશના મૃત્યુ થયા છે. જે આંકડો ખૂબ જ ચિંતાજનક છે.જો લમ્પીની ચાલ આટલી જ તેજ ગતિમાં જળવાઈ રહેશે તો ગાય અને ગૌવંશ ના અસ્તિત્વ ઉપર ખતરો ઊભો થશે. બીજી તરફ ગૌવંશને રક્ષિત કરવા તેનું રસિકરણ ચાલી રહ્યું છે, પરંતુ તે પણ કારગત નિવડતું હોય તેમ જોવા મળતું નથી. હાલ તો ગૌવંશનું રસિકરણ તેજ ગતિએ ચાલી રહ્યું છે, તો ગૌવંશના ટપોટપ મૃત્યુ પણ થઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]