રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગર જિલ્લાની મુલાકાતે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગર જિલ્લાની મુલાકાતે


જામનગર,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૦૬ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે. તેઓ એરફોર્સ સ્ટેશન ખાતે ઉપ-રાષ્ટ્રપતી વેંકૈયા નાયડુને આવકારશે, તેમજ ગોલ્ડન સીટી પાછળ, સોનલ નગર ખાતે જામનગર મહાનગર પાલીકા દ્વારા નિર્મિત લમ્પી આઇસોલેશન કમ વેકસીનેશન સેન્ટરની મુલાકાત લઈ કલેકટર કચેરી ખાતે લમ્પી વાયરસની સ્થિતી અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા વગેરે પણ ઉપસ્થિત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »