જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા મંકી પોક્સના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાથકારો

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા મંકી પોક્સના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાથકારો


જામનગર,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગરના નવા નાગના વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષીય યુવાનને ગઈકાલે મંકી પોકસના શંકાસ્પદ દર્દી તરીકે સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેનું સેમ્પલ લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવ્યું હતું, જ્યાંથી તેને રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાસકારો અનુંભવ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે બપોરે સારવાર અર્થે આવેલા નવાનાગના ગામના ૨૯ વર્ષના યુવાનને મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી ગણવામાં આવ્યો હતો, અને તેના નમુના એકત્ર કરીને ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો આજે સવારે નેગેટિવ રિપોર્ટ આવી જતાં જીજી હોસ્પિટલના તંત્રએ હાશકારો અનુભવ્યો છે. હાલ દર્દીને જીજી હોસ્પિટલમાં સારવાર માટે રખાયો છે, અને તેના ઉપર તબીબોની ટીમ દેખરેખ રાખી રહી છે. જેના પરિવારજનો પણ સેમ્પલો લેવાયા હતા, જોકે તમામ ના રીપોર્ટ નેગેટિવ મળ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »