શોભનાબેન બારૈયાએ આજે ભાજપના કાર્યકરો સાથે ફોર્મ ભર્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/51a8lgkw60tdvtkv/" left="-10"]

શોભનાબેન બારૈયાએ આજે ભાજપના કાર્યકરો સાથે ફોર્મ ભર્યું.


સાબકાંઠાના,અરવલ્લી જિલ્લાના ભાજપ લોકસભા ચૂંટણીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ આજે ભાજપના હોદ્દેદારો,કાર્યકરો સાથે રહીને ફોર્મ ભર્યું. સાબરકાંઠા જિલ્લાના લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીખાજી ઠાકોર ના નામની જાહેરાત થઈ ત્યારે તેમની સામે જાતિનો પ્રશ્નથી તેમની ટિકિટ કાપી શોભનાબેન બારૈયા ને ભાજપે ટિકિટ આપી ત્યારે ભીખાજી ઠાકોર ના સમર્થકો દ્વારા ઉગ્ર દેખાવો કરી વિરોધ કરવામાં આવ્યો હતો. શોભનાબેન બારૈયા પણ વિરોધ નો સામનો કર્યા બાદ આજે શોભનાબેન ઉમેદવારીપત્ર ભરવા માટે ભાજપ ના હોદ્દેદારો, કાર્યકરો સાથે સાબરાંઠા જિલ્લાની કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા તેમને વૈશાલી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધી હતી. શોભનાબેન ને ટિકિટ ફાળવતા વિરોધ થયા બાદ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહેતા શોભનાબેને મોટી લીડથી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]