સેવાનો પર્યાય અને દુઃખિયાનો બેલી પોપટભાઈ આહીર નો આજે જન્મદિવસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4scdr1dmuxbkgrf7/" left="-10"]

સેવાનો પર્યાય અને દુઃખિયાનો બેલી પોપટભાઈ આહીર નો આજે જન્મદિવસ


સેવાનો પર્યાય અને દુઃખિયાનો બેલી પોપટભાઈ આહીર નો આજે જન્મદિવસ

રજનીભાઈ ની રજ રજ માંથી પોપટભાઈ ની પરાકાષ્ઠા સુધી ની સફર આજે સેવાનો પર્યાય બની ગયા.

શુભેચ્છક:- દાદુ આહીર/ભાવેશ ડોલર/અશોક ચૌહાણ

જે પવિત્ર ધરતીનાં નવલોહિયા યુવાનની આપણે વાત માંડવી છે, જેમણે સેવાનો ભેખ ધારણ કર્યો છે એવા યુવાનની વાત માંડવી છે, ત્યારે એ વાતનો પ્રારંભ એ જ પવિત્ર ધરતીનાં કવિ ત્રાપજકરનાં એક દૂહાથી કરીએ તો,

પરદુ:ખ સુણી પીગળે,દિલ જેના દાતાર,
ચાતક પીયુ પોકાર,વાદળ વરસે વિઠલા..!
આ દૂહાનો સાર અહીં હમણા નથી લખવો કારણ કે આપણે જે માનવી વિશે લખવા જઈ રહ્યા છીએ એ માનવીનું જીવન જ આ દૂહાનો સાર છે.
આ જગતમાં ઘણા લોકોનાં નામ હજારો વરસ બાદ પણ આપણને યાદ છે અને અમૂક કરોડોમાં ઓળોટીને નીકળી ગયા તો પણ એના નામ નથી રહ્યા. અમૂક પાસે હવેલી ભરી પણ આપવાની વાત થાય ત્યારે હાથ લાંબો નથી થતો અને અમૂક પાસે થોડુ છે તો એ થોડુ પરકાજે આપી દે. ઈતિહાસ પણ આવા માણસોનાં જ રહે છે.
કોઈને શરીરે પીડા હોઈ અને અને તેનો પરીવાર પણ નજીક ન જઈ શકે ત્યારે પોતાનાં પ્રાણની ચિંતા કર્યા વગર એ માણસનાં જીવનમાં પરીવર્તન લાવવા પ્રયત્ન કરનાર, કોઈ વિધવા બહેન હોઈ તો એના આંસુ લૂછનાર, કોઈ માં દુખી હોઈ તો એની પડખે ઉભા રહેનાર, કોઈ બહેન ચિંતિત હોઈ તો એની ચિંતા દુર કરવા આતુર રહેનાર સદાબહાર સેવકની વાત કરીએ તો એ છે
પોપટભાઈ આહીર
આમ તો એમનું વાસ્તવિક નામ રજનીભાઈ કાતરીયા છે જે આહીર સમાજ માંથી આવે છે
પરંતુ બચપણથી જ એમને ભગવાને પોપટની જેમ પોતાની અચંબિત ને મંત્રમુગ્ધ કરી દે એવી વાણી આપી હતી અને બોલકણા હોવાની આદતે એમને નામ મળ્યું પોપટ..!
કહેવાયને કે જેમણે ભૂખ સહન કરી હોય એ ભુખ્યાઓની વેદના, જેમણે ખરાબ અને વિકટ પરિસ્થિતિનો અનુભવ કર્યો હોય એ જ બીજા લાચાર અને વિકટ તથા નબળી પરિસ્થિતિમાં રહેતા લોકોની વેદના જાણી, સમજી તથા અનુભવી શકે અને એવી જ રીતે પોપટભાઈએ નાનપણથી જ ખૂબ કપરી પરિસ્થિતિમાં પોતાનું જીવન વિતાવ્યું હતું. તેમના પિતાશ્રીનું અવસાન તેમના જન્મ નાં સમયગાળા માં જ થયું હતું તેથી તેમણે તેમના પિતાજીને રૂબરૂ જોયા પણ પ્રત્યક્ષ પ્રેમની અનુભૂતિ નથી થઈ.પછી થી તેમણે પોતાની માતાનું દુઃખ જોયું હતું. ત્યારે જ બધું સમજતા હતા અને માં માટે તથા સમાજ માટે સારું કરવાની પ્રેરણા અને ઈચ્છા તો ત્યારથી જ હતી પણ ઉંમર નાની પડતી હતી અને ગરીબી પણ હતી તો એ બધું કરવા સક્ષમ ન હતા.
જેમ જેમ મોટા થતા ગયા એમ એમ નાનું મોટું કામ કરવા લાગ્યા અને ઘણા નફા નુકસાન પણ જોયા અને કપરી પરિસ્થિતિમાં પડકારો નો સામનો કર્યો, પણ કહેવાયને કે કુદરતને આપવું હોયને તો જરા પણ વાર નથી લાગતી એવી જ રીતે પોપટભાઈના જીવનમાં પણ આવો કુદરતનો ચમત્કાર કહો કે આશીર્વાદ પણ એવું જ થયું કે સમયાંતરે બાર નીકળ્યા અને શોખને હમદર્દી સમજી અને કોઈની મદદ માટે કરવામાં આવેલું એમનું પહેલું કામ અને એમના જીવનનો બનાવેલો પહેલો સોશિયલ મીડિયામાં વિડિયો એ એટલો પ્રખ્યાત થઈ ગયો અને ધીમે ધીમે ચાહકો વધવા લાગ્યા અને આવી જ રીતે પોપટભાઈની મધૂર વાણી અને લોકો પ્રત્યેની લાગણી અને સંવેદના તથા મદદની ભાવનાએ કરોડો લોકોના દિલમાં પોપટભાઈને સ્થાન આપી દીધું.
આવી રીતે શરૂઆત થઈ એક નવી સફરની અને એમના નાનપણના ઈચ્છિત કાર્યો કરવાની,કાર્યો પણ કેવા કે નાત જાત કે ધર્મ જોયા વિના બસ મનમાં એક જ નિશ્ચય કે હું કેવી રીતે સમાજના નિઃસહાય લોકોની વધુને વધુ મદદ કરી શકું ?
કહેવાયને ભગવાન બધે ન આવી શકેને ત્યારે આવા મહામૂલા માનવી સ્વરૂપે પોપટભાઈ જેવા કોમળ,લાગણીશીલ,મદદગાર અને ચોખ્ખા દિલના લોકોને પૃથ્વી પર મોકલે છે..અને અત્યારના આ કળિયુગ કેરા કાળમાં પોપટભાઈ જેવા મદદગાર અને લાગણીશીલ લોકો બહુ જ ઓછાં જોવા મળે છે.રસ્તા પર રઝળતાં ગંદી , ગંભીર કે માનસિક રીતે અસ્થિર લોકોની મદદ કરી પોતાના હાથે તેમને સ્નાન કરાવી જમાડે એને પ્રેમભરી ને પોતાનાપણાની લાગણીઓ આપીને પોતાના જ હોય એવી હૂંફ આપે.અને બિનવારસી લોકો ને કાયમી વસવાટ ની વ્યવસ્થા કરી આપે,
આ સમયમાં જ્યારે લોકોથી પોતાના માં બાપ નથી સચવાતા ત્યારે આ પોપટભાઈ રસ્તે રઝળતાં ને ગમે તેવી હાલતમાં પડેલા બીજાના માંબાપ કે બીજા લોકોને મદદ કરે છે, અને એ પણ કંઈપણ સ્વાર્થ વિના જે ખૂબ મોટી વાત કહેવાય કેમકે આ સમયમાં કોઈની પાસે સમય જ નથી અને ત્યારે પોપટભાઈ સમય કાઢીને બીજા નિરાધાર લોકોની મદદ કરે છે અને એમના રહેવા તથા જમવાની સગવડ પણ કરી આપે છે.વિશેષ માં પોપટભાઈ આહીર અને એમની PCF ટીમ દ્વારા મહુવા તળાજા હાઇવે ઉપર એક ભવ્ય "સોશિયલ મીડિયા આશ્રમ" નુ નિર્માણ થઈ રહ્યું છે જેનો મુખ્ય હેતુ બિનવારસી હાલતમાં રસ્તા પર રાઝળતા લોકો ને કાયમી વસવાટ મળી રહે, એકવાર અવશ્ય મુલાકાત કરવી ઘટે. આમ રજનીભાઈ ની રજ રજ માંથી પોપટભાઈ ની પરાકાષ્ઠા સુધી ની સફર એક સેવાનો નો પર્યાય અને દુઃખિયનો બેલી બની ગયો.
"ખરેખર ધન્ય છે એ જનેતાની કૂખને કે જેણે પોપટભાઈ જેવા દિકરાને જન્મ આપ્યો"
હમણાં તાજેતરમાં જ આ પોપટભાઈના જીવનમાં એમની મેના સમાન પાયલબેન જીવનસાથી તરીકે આવ્યા છે, એટલે હવે તો એકલા પોપટભાઈ નહિ પણ એમના ગૃહલક્ષ્મી સમાન જીવનસંગિનીનો પણ આ સત્કાર્ય માં ફાળો રહેશે અને વધુને વધુ લોકોને મદદ થઈ શકશે.
ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કે પોપટભાઈના જીવનમાં હજુ વધુને વધુ લોકોને મદદ કરવાની પ્રેરણા આપે અને ખૂબ તંદુરસ્ત અને સ્વસ્થ દીર્ઘાયુષ્ય આપે તથા ગૃહલક્ષ્મી અને ધનલક્ષ્મી બંનેથી ઘર સુખી અને સમૃદ્ધ બનાવે.અને ૮ માર્ચ નાં રોજ તેમના જન્મદિવસ નિમિત્તે નામદાર પોલીસ અધિકારી શ્રી બી.એન આહીર અને મોટીવેશનલ સ્પીકર શ્રી સુરભી વાગડીયા અને પત્રકાર શ્રી ભાવેશ ડોલર ની કલમે પોપટભાઈ ને અઢળક લાખેણી શુભકામના સમર્પિત કરી..!

રીપઘટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]