સાણંદના વિરોચનનગર મુકામે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો - At This Time

સાણંદના વિરોચનનગર મુકામે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો


17 ફેબ્રુઆરી શનિવાર રોજ અમદાવાદમા સાણંદના વિરોચનનગરમાં ઉમરસા બાવા ની દરગાહ ખાતે મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન માં મુસ્લિમ સમાજના 40 નવ યુગલો નીકાહ પઢીને લગ્નગ્રંથિથી જોડાયા હતા અને વ્યવહારિક જીવનનો પ્રારંભ કર્યો હતો

આ સમૂહ લગ્નમાં દીકરીઓને લગ્નના કરિયાવરમાં તમામ ઘરવખરી ભેટમાં આપવામાં આવી હતી.

હિંદુ મુસ્લિમ એકતા ના પ્રતીક સમાન આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.

આ શુભ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ મુફતી રીઝવાન કાશ્મી તારાપુરી, મૌલાના મુસ્તકીમ માહી, મૌલાના સલાહુદ્દીન સિધ્ધપુરી, અયુબભાઈ રાણા, મદની કમિટી પ્રમુખ ખાલીદખાન અને પૂર્વ સરપંચ અનવર ખાન, ઉપપ્રમુખ બાબાખાન અને અબ્બાસ મલેક, મેનેજમેન્ટ ડિરેક્ટર એડવોકેટ સમસુદ્દીનખાન, જિલ્લા સદસ્ય પ્રભાતસિંહ, તાલુકા સદસ્ય લિયાક્તખાન, સરપંચ હિતેશસિંહ, ઉપસરપંચ અસલમખાન, ઇસબખાન, અલીખાન, સિકંદરખાન બાપુ, બિલ્લોરખાન, હઝરતખાન, બસીરખાન, આરીફખાન મલેક, સહિત મદની ટ્રસ્ટ હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ, સમારંભના દાતા,ગ્રામજનો સહિત આસપાસ ના વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા*

ખાસ કરીને વાત કરીએ તો મદની કમિટી દ્વારા આવનાર મહેમાનોને અગવડતા ના ભોગવી પડે જેને લઇને ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા સાથે સાથે મંડપમાં પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા તેમજ આવનાર મહેમાનોની બેસવા માટેની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે આ સમગ્ર સમારોહ નું શાંતિપૂર્ણ સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો.

...✍🏻એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ..


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.