કૌટુંબિક કાકાએ 14 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી અડપલાં કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4k56u9v6vw2miqkq/" left="-10"]

કૌટુંબિક કાકાએ 14 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી અડપલાં કર્યા


શહેરમાં નાની નાની ફૂલ જેવી બાળકી અને તરૂણીઓ સાથે જાતીય સતામણીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધું એક 14 વર્ષની તરૂણી પર જાતીય સતામણીનો બનાવ સામે આવતાં આરોપી સામે રોષ ફેલાયો હતો. 15 દિવસ પહેલાં 150 ફૂટ રિંગરોડ પર આવેલ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રશંગે ગયેલા એક વિપ્ર પરિવારની 14 વર્ષની પુત્રીનું તેના કૌટુંબિક કાકાએ અપહરણ કરી આરોપી પોતાના ઘરે લઈ જઈ શરીરે અડપલા કરી કપડાં કાઢવાનો પ્રયાસ કરતાં ચકચાર ફેલાઈ હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને સકાંજમાં લઈ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં માધાપર ચોકડી વિસ્તારમાં રહેતાં એક વિપ્ર મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ પ્રવિણચંદ્ર (રહે. વસંત કોમ્પલેક્ષ 301, હરિદ્વાર સોસાયટી, પંચશીલ રોડ) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો, છેડતી અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી અરોપીની ધરપકડ કરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.14 ના સાંજના સમયે 150 ફૂટ રિંગરોડ પર આવેલ એક પાર્ટી પ્લોટમાં તેમની 14 વર્ષની પુત્રી અને પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. ત્યારે મોડી રાતે ત્યાં હાજર આરોપી ફરિયાદીનો કૌટુંબિક દિયર થતો હોય જેથી થોડે-થોડે વારે તેણીની પુત્રી પાસે આવતો હતો. બાદમાં મોડી રાતે આરોપીએ ફરિયાદીની પુત્રીને પોતાના ઘરે લઈ જાય છે તેમ કહેતાં આરોપીને પોતાની પુત્રીને ઘરે લઈ જવાની મહિલાએ ના પાડી હતી.
જેથી બાદમાં વિકૃત થયેલ આરોપીએ તરુણીનું પાર્ટી પ્લોટમાંથી અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો અને બાદમાં બળજબરીથી તરુણીને શરીરે અડપલાં કરી ગાલ પર કિસ કરી હતી. તેમજ તરુણીને કપડાં કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગભરાઈ ગયેલ તરૂણી ત્યાંથી ભાગી પરિવારને જાણ કરી ઘરે પહોંચી હતી.
બાદમાં તરુણીએ તેની માતાને આપવીતી વર્ણવતા માતાની નીચેથી જમીન સરકી ગઈ હતી અને બાદમાં આરોપી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.ટી.અકબરી અને ટીમે આરોપીને સકાંજામાં લઇ પૂછપરછ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]