પ્રેમિકાએ પતિ સાથે મળી સોનુ છોડાવવા ધમકી આપતા પુનિતનગરના યુવાને ફિનાઈલ પી લીધુ - At This Time

પ્રેમિકાએ પતિ સાથે મળી સોનુ છોડાવવા ધમકી આપતા પુનિતનગરના યુવાને ફિનાઈલ પી લીધુ


પુનિતનગરમાં રહેતો યુવક જામીન પર છુટયા બાદ ઘરે આવતા તેના પર કેસ કરનાર પ્રેમિકા અને તેના પતિ સહિતના ત્રણ શખ્સોએ સોનુ છોડાવવા માટે ધમકી આપતા યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે પુનીતનગર આશાપુરા મંદિરની બાજુમાં રહેતા આશિષભાઈ ગોવિંદભાઈ કોઠીયા (ઉ.36) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રવિ સુરેશ પટેલ રહે. માધાપર ચોકડી પાસે અને રાજુ કોળી રહે. હળવદનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ આશાપુરા એન્ટરપ્રાઈઝમાં નોકરી કરે છે તેમના લગ્નને આઠ વર્ષ થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. બે વર્ષ પહેલા તેઓ હીના રવિ પટેલના સંપર્કમાં આવ્યા બાદ રિલેશનમાં આવેલા હતા
બાદમાં અનેક વાર મુલાકાત કરી બંને વચ્ચે પૈસાની અનેકવાર લેતીદેતી પણ થયેલ હતી. તેમજ બંને વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધોની તેના પતિ રવિને જાણ થતા તેણે તેની પત્ની મારફતે એ ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ હતી જે બાદ તેને પોલીસે અટક કરી સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધેલ હતો. બાદમાં ગઈ તા.5-8-23ના વચગાળાના જામીન મંજુર થયેલ અને એકાદ માસ બાદ તે મહિલાએ ફરી તેને ફોન કરી જણાવેલ કે જે મારી માતાનું સોનુ સુરેન્દ્રનગરની બેન્કમાં મુકેલ છે તે તુ મને છોડાવી દે તો હું તારા વિરુદ્ધ કરેલ ફરિયાદ પાછી ખેંચી લઈશ જેથી તેણે ફરિયાદ પાછી ખેંચી લે એટલે હું તારુ સોનુ બેન્કમાંથી છોડાવી દઈશ તેવુ કહ્યું હતું.
ત્યારબાદ ગઈ તા.21-2ના તેઓ કોર્ટ મુદતે કોર્ટમાં ગયેલ ત્યારે રવિ પટેલ અને રાજુ કોળી ત્યાં હાજર હતા અને રવિએ કહેલ કે તું મને અમારું સોનુ છોડાવી આપ તો આપણે સમાધાન કરી લેશું જેમને પહેલા સમાધાન કરી આપો બાદમાં સોનુ છોડાવી આપુ કહેલ હતું. જે બાદ બીજા દિવસે રવિનો ફોન આવેલ કે તુ સોનુ છોડાવી દે તેમ કહી ધમકીઓ આપી હતી. બાદમાં ગઈ તા.12ના રવિનો કોલ આવેલ કે આજ તારો સમય પુર્ણ થાય છે એટલે તુ કાલે હાઈકોર્ટમાં આવી જશે. અમે હાઈકોર્ટમાં જઈ તને મળેલ જામીન રદ કરાવી નાંખશું તેવી ધમકી આપતા ફરિયાદીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરેલ હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ધમકીની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.