ધંધુકામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે “જય હિન્દ ગ્રુપ” દ્વારા શિસ્તબદ્ધ “તિરંગા માર્ચ” યોજાઈ. - At This Time

ધંધુકામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે “જય હિન્દ ગ્રુપ” દ્વારા શિસ્તબદ્ધ “તિરંગા માર્ચ” યોજાઈ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે “જય હિન્દ ગ્રુપ” દ્વારા શિસ્તબદ્ધ “તિરંગા માર્ચ” યોજાઈ.

“તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન સમારોહ” નું આયોજન કરવામાં આવ્યું

પ્રજાસત્તાક દિન નિમિત્તે ધંધુકા સ્થિત “જય હિન્દ ગ્રુપ” દ્વારા શિસ્તબદ્ધ “તિરંગા માર્ચ” યોજાઈ. ધંધુકાનાં દરેક સમાજનાં યુવાઓ અને અનુભવી લોકો ધરાવતું આ ગ્રુપ “શુદ્ધ દેશભક્તિ” ની ભાવના સાથે “જનસેવા” નાં કર્યો કરવાની નેમ ધરાવે છે. કોઈ પર પક્ષ, પાર્ટી, ધર્મ કે સંસ્થાથી દુર રહી ધંધુકાનાં દેશભક્ત નાગરિકો દ્વારા રચિત આ જય હિન્દ ગ્રુપનું આ બીજું આયોજન હતું. જેમાં આ વર્ષે આ ગ્રુપ દ્વારા શિક્ષાનું મહત્વ સમજીને “તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ” નું આયોજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને શિલ્ડ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. દેશભક્તિની સમજદારીપૂર્વકની સભાન ભાવનાનું નિર્માણ, રાષ્ટ્રીય ધ્વજના સન્માનની ચિરકાલીન ભાવના અને મહાન ભારતીય સેના અને સૈનિકોના સન્માનની ચિરકાલીન ભાવનાની સાથે સાથે માં ભારતીનું ગૌરવ જળવાઈ રહે તે અંગેની ભાવના સાથે ગ્રુપ દ્વારા સમગ્ર ધંધુકા નગરમાં “તિરંગા માર્ચ” યોજવામાં આવી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.