જસદણના રાણીગપર ગામે અગાઉનો ખાર રાખી પિતા પુત્રને ઢોર માર માર્યો - At This Time

જસદણના રાણીગપર ગામે અગાઉનો ખાર રાખી પિતા પુત્રને ઢોર માર માર્યો


જસદણના રાણીગપર ગામે અગાઉનો ખાર રાખી પિતા પુત્રને ઢોર માર માર્યો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના રાણીંગપર ગામે અગાઉ થયેલ ઝઘડાનું મનદુ:ખ રાખી બે શખ્સોએ પિતા-પુત્રને ઢોરમાર માર્યો હતો. આ મામલે ભાડલા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.
જેમાં રાણીંગપર ગામેં રહેતા ૪૫ વર્ષીય ફરિયાદી લવજીભાઇ ઉર્ફે કાળુ નરશીભાઇ સોમાણીએ આરોપીઓ રોહિત ધીરાભાઇ સોમાણી અને હિતેન રાવતભાઇ ચાવડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તા.૨૫/૦૧/૨૦૨૪ના રોજ લવજીભાઇ, જયસુખભાઇ કરમશીભાઇ સોમાણીની વાડીએ પંપ લેવા માટે ગયા હતા. અને ત્યાં પંપ ન મળતા તેઓ પરત પોતે ભાગવી રાખેલ અશ્વિનભાઇ રણછોડભાઇ ભાખરની વાડીએ જતા હતા. એ દરમ્યાન રાણીંગપર ગામની સીમ, રણજીતગઢ ગામ તરફ જતા રોડની બાજુમા આરોપી રોહિતનું જે.સી.બી. ચાલતું હતું. એ જ સ્થળેથી લવજીભાઈ પસાર થતા આરોપી રોહિત લોખંડનો પાઇપ લઇને લવજીભાઈ પાસે આવ્યો હતો અને અગાઉ થયેલ ઝઘડાનું મનદુ:ખ રાખી લવજીભાઈ સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી.
 
આ બોલા ચાલીને પગલે લવજીભાઈ નો દીકરો તથા આરોપી હિતેન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આરોપી હિતેને લવજીભાઈના પુત્ર સાથે ઝપાજપી કરી હતી અને લવજીભાઈના પુત્રને જે.સી.બી.ના સાબડા સાથે અથડાવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે આરોપી રોહિતે લવજીભાઈ પર લોખંડ ના પાઇપ વડે હુમલો કર્યો હતો અને લવજીભાઈને બેફામ માર્યો હતો આ મારામારીને પગલે પિતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે લવજીભાઈએ જસદણના ભાડલા પોલીસમાં ખાતે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.