*બોટાદ મહાજન પાંજરાપોળ માં કુદરતી આગ લાગાતા લાખો રૂપીયા નો ગાય માતા નો સુકો ઘાસ ચારો નષ્ટ પામ્યો...* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4biegcydvnwas0hg/" left="-10"]

*બોટાદ મહાજન પાંજરાપોળ માં કુદરતી આગ લાગાતા લાખો રૂપીયા નો ગાય માતા નો સુકો ઘાસ ચારો નષ્ટ પામ્યો…*


*બોટાદ મહાજન પાંજરાપોળ માં કુદરતી આગ લાગાતા લાખો રૂપીયા નો ગાય માતા નો સુકો ઘાસ ચારો નષ્ટ પામ્યો...*
🐄🐂🐑🐂🐄🐂🐄🐂

*બોટાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળ ના ગોડાઉન દામુભાઈ ની વાડી ઢાંકણીયા રોડ ઉપર આજ રોજ તા-21-જુન-2022 ને મંગળવાર ના મધ્ય રાત્રી ના 3-00 વાગ્યા આસપાસ ગાય ના ઘાસ ચારાના ગોડાઉન માં કુદરતી આગ લાગતા લાખો રૂપીયા નો ઘાસચારો આગ માં સળગીને નષ્ટ પામ્યો છે, ચોમાસુ શરૂ થતુ હોવાના હિસાબે ટ્રસ્ટી મંડળે અગમચેતી ના ભાગ રુપે આશરે દસ લાખ રૂપીયા ની સુકી કડબ નો સ્ટોક ગોડાઉન માં કરી રાખેલો..*
*હાલ બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા માં અબોલ જીવો 3000- જેટલા છે, આ તમામ ગાય માત ના ખોરાક ની સુકા ઘાસ ના ગોડાઉન માં આગ લાગતા મધ્યે રાત્રી ના મહાજન પાંજરાપોળ ના ટ્રસ્ટી મંડળ તથા કમીટી મેમ્બર સ્થળ પર પંહોચીને ફાયર ફાયટર ને સાથે રાખીને આગને કાબુ માં લીધેલ.. તેમ છતાં વિકરાળ આગ અને પવન હોવાથી આગે મોટુ સ્વરૂપ ધારણ કરેલ અને કુદરતી પ્રકોપ સામે આપણે સહુ લાચાર ને મજબુર છીએ હવે જીવદયા પ્રેમીઓ અને પરમ પૂજય સાધુ ભગવંતો અને આચાર્ય મહારાજ ની કૃપા દષ્ટિ તથા શ્રેષ્ઠી ઓના દાન ની વિશેષ આવશ્યતા બોટાદ મહાજન પાંજરાપોળ ને પડીછે, દાનરાશી ના પ્રવાહ થી જ બોટાદ મહાજન પર આવેલી આ વિકટ પરિસ્થીતી નું નિવારણ લાવી શકીશું..*
*અબોલ અને નિરાધાર ગાયો માટે જીવદયા પ્રેમી ઓને ધર્મ પ્રેમી જનતા ને દરેક જ્ઞાની ના આગેવાનો ને બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા બે હાથ જોડી ને નમ્ર અપીલ કરેછે અને આવી પડેલી કુદરતી આફત ને અવસર માં જીવદયા પ્રેમી ઓ ફેરવી નાંખશે તેવો અમોને દ્ઢ વિશ્વાસ છે..*
*આવો આપણે સહુ બોટાદ મહાજન ને દાનરાશી આપી ને આવેલી પડેલી મુશ્કેલી નો સામુહીક સામનો કરીને જીવદયા ની જયોત ને જીવંત રાખીએ..*🙏🙏🙏🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]