વિરપુર બસ સ્ટેન્ડ ખાતે 108 એમ્બ્યુલન્સન વાહનને ખુદ સારવારની જરૂર પડી, ધક્કા મારી શરૂ કરવા પ્રયાસ કરાયો... - At This Time

વિરપુર બસ સ્ટેન્ડ ખાતે 108 એમ્બ્યુલન્સન વાહનને ખુદ સારવારની જરૂર પડી, ધક્કા મારી શરૂ કરવા પ્રયાસ કરાયો…


સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે જે શરૂઆત એક આરોગ્યની દિશામાં આગળ પડતી પહેલ હતી. આ સેવા અકસ્માતના સમયે કે અચાનક આવી પડેલ તબીબી કામગીરીમાં માટે 108ની સેવા કાબિલે તારીફ કામગીરી કરી રહી છે હજારો લોકોને તાત્કાલિક સેવા આપી અનેક લોકોને નવજીવન બક્ષનાર 108 એમ્બ્યુલન્સને જાણે ગ્રહણ નડતા અચાનક બંધ પડી જતા 108 એમ્બ્યુલન્સ ને ચાલુ કરવા ધક્કા મારવાની ફરજ પડી હતી વિરપુર બસ સ્ટેન્ડ ખાતે 108 એમ્બ્યુલન્સને ધક્કા મારતા ચાલુ કરવાના પ્રયાસ કરતા કેમેરામાં કંડારાઈ ગયા હતા 108 એમ્બ્યુલન્સને ચાલુ કરવા માટે ત્યાંથી પસાર થતા લોકો એ ધક્કો લગાવવાની ફરજ પડી હતી, જે જોતા એવું લાગ્યું હતું કે ખુદ 108 એમ્બ્યુલન્સ સેવાના વાહનને સારવારની જરૂર હોય એવું લાગી રહ્યું હતું ,જ્યાં એક તરફ રાજય સરકાર સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવાના પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ એમ્બ્યુલન્સ સેવા ખોટકાતા સ્વાસ્થ્ય સુવિધાઓ પર સવાલો ઉભા કરી રહ્યા છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.