વિરપુર ના ભરોડી ખાતે વરસો પુરાણી જર્જરિત ટાંકી થી કોઈ હોનારત ઘટવા ની સંભાવના અનુભવી રહેલા ગ્રામજનો.... - At This Time

વિરપુર ના ભરોડી ખાતે વરસો પુરાણી જર્જરિત ટાંકી થી કોઈ હોનારત ઘટવા ની સંભાવના અનુભવી રહેલા ગ્રામજનો….


વિરપુર તાલુકા ના ભરોડી ખાતે વરસો ના સમય પહેલાં ગ્રામજનો ને પાણી ની સુવિધા પૂરી પાડવા માટે ઓવરહેડ પાણી ની ટાંકી બનાવવા મા આવેલી સમય જતા અન્ય વિકલ્પ થી પાણી પુરવઠો ગ્રામજનો ને અપાઈ રહ્યો છે જ્યારે જૂની પુરાણી ઓવર હેડ પાણી ની ટાંકી વરસો થી અવારવું અને બિન ઉપયોગી બનતા તેના ધાબા ના સળિયા દેખાઈ રહ્યા છે અને ધાબુ ગરી રહ્યું છે જેમાંથી પોપડા પડી રહ્યા ની ઘટના બની રહી છે ટાંકી ના સ્તંભ મા તિરાડો પડેલી છે અને ટાંકી જર્જરિત અવસ્થામાં આવી પડતાં આકસ્મિક પડવાની બીક આજુ બાજુ ના રહેણાંક ધરાવતા ગ્રામજનો ને સતાવી રહી છે જ્યારે તંત્ર ને જાણ કરવા છતાં તંત્ર દ્વારા જર્જરિત ટાંકી ને ઉતારી લેવા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનો અને રાહદારીઓ ચિંતા મા મુકાયા હોવાનું દેખાઈ રહ્યા છે ગામ વચ્ચે અને રહેણાંક વિસ્તાર માં આ ટાંકી હોવાથી સ્થાનિક લોકો મા ગમેત્યારે કંઇક અપ્રિય ઘટના ઘટવાની ભિતિબસેવાઈ રહી હોવાથી બાળકો તેમજ પશુ પણ ભય ના ઓથાર હેઠળ જીવવા નો વારો આવ્યો આવ્યો છે આ વિસ્તાર મા પશુ પાલકો વસવાટ કરે છે જે દૂધ ભરવા જતા પશુ પાલકો અને શાળાએ જતા બાળકો ની પણ અવર જવર રહેલી છે કોઈ મોટી દુઘટર્ના ઘટે તે પહેલાં તંત્ર દ્વારા આ ટાંકી જમીનદોસ્ત કરવામાં આવે તેવી ગ્રામજનો ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.