પોરબંદર તાલુકાના દેગામ ગામે પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતિ લીરીબેન ખુંટીની પ્રેરક ઉપસ્થિતિમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3wl9wjxfcfppoq7u/" left="-10"]

પોરબંદર તાલુકાના દેગામ ગામે પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતિ લીરીબેન ખુંટીની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ


આરોગ્ય કેમ્પ અંતર્ગત યુષ્માન કાર્ડ, આભા કાર્ડ તેમજ ગ્રામજનોનું હેલ્થ
સ્ક્રીનીંગ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા કરાયું

ગોસા(ઘેડ) પોરબંદર તારીખ:- ૧૩/૧૨/૧૨૦૨૩
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી ' વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને પોરબંદર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી નાગરિકોને સ્થળ પર જ કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે તારીખ ૧૩ ડિસેમ્બરના રોજ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" પોરબંદર તાલુકાના દેગામ ગામે પહોંચતાં તેમનું ઉશ્માભર્યુ સ્વાગત કરવામા આઅવ્યુ હતું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવેલ હતા.
જિલ્લાની ગ્રામપંચાયતોને આવરી લેતા બે રથના માધ્યમથી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન
સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલ જીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્રારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેશે.ત્યારે આજે તા.૧૩/૧૨/૨૦૨૩ ને બુધવારના રોજ " વિકસિત ભારત સંકલ્પ યાત્રા" પોરબંદર ના બરડા પંથકના દેગામ ગામે મહેર સમાજ ( ચામુંડા માતાજી મંદિર ) દેગામ મુકામે આગમન થતાં ,બાળાઓ દ્રારા રથ નું સ્વાગત કરવામાં આવેલ,,,ત્યાર બાદ સરકારશ્રી ની જુદી જુદી યોજનાઓની જાણકારી આપવામાં આવેલ હતી. જેમાં આરોગ્ય વિભાગ દ્રારા વિવિધ રોગોના નિવારણ અર્થે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૩ જેટલા ગ્રામજનોની ટી.બી. તપાસ, ૧૨૫ જેટલા ગ્રામજનો હેલ્થ સ્ક્રીનીંગ, ૫૦ જેટલા ગ્રામજનો આયુષ્માન કાર્ડ તથા ૫૦ જેટલા ગ્રામજનો આભા કાર્ડ સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્રારા આ કેમ્પનો લાભ મેળવ્યો હતો અને ઘર આંગણે જ સુવિધા ઊભી કરવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગામ લોકો ને સ્થળ ઉપર આરોગ્ય,તથા બીજી યોજનાઓ નો લાભ આપવામાં આવેલ હતો,
" વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ના આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પોરબંદરનાં પ્રમુખ શ્રીમતી લીરીબેન હાથીયાભાઈ ખૂટી,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિરમભાઇ કારાવદરા,માર્કેટિંગ યાર્ડનાં ડિરેક્ટર,શ્રી હથીયભાઈ ખૂટી,તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ શ્રી અરજનભાઈ કુછડિયા,તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન શ્રી વિરમભાઈ સુંડાવદરા,મહેર સમાજ દેગામનાં પ્રમુખ શ્રી ભીમભાઇ સુંડાવદરા, દેગામના સરપંચ શ્રી ભરતભાઈ સુંડાવદરા ,પૂર્વ સરપંચ અને મહેર સમાજ દેગામનાં ઉપપ્રમુખ શ્રી ગીજું ભાઈ સુંડાવદરા,ઉપ સરપંચ શ્રી સામતભાઇ સુંડાવદરા,આવડા આતા સુંડાવદરા આ ઉપરાંત પ્રાથમિક શાળા નો સ્ટાફ,આરોગ્ય નો સ્ટાફમાં પોરબંદર તાલુકા હેલ્થ ઓફિસર વાજા, દેગામ સી.એચ.ઓ. ધર્મિષ્ઠાબેન સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો.તથા તાલુકા પંચાયત પોરબંદરનો સ્ટાફ ,કોમ્પ્યુટર વિભાગનો સ્ટાફ અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]