કડાણા તાલુકાના દેદાવાડા પ્રાથમિક શાળામાં ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર હસ્તક યોજવામાં આવ્યો - At This Time

કડાણા તાલુકાના દેદાવાડા પ્રાથમિક શાળામાં ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર હસ્તક યોજવામાં આવ્યો


દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો શુભારંભ કરાવ્યો છે*.
જે અંતર્ગત આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે થઈ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટનું વિતરણ કરી ‛‛સર્વજન હિતાય, સર્વજન સુખાય’’ ના ધ્યેયને સૌના સાથ અને સહકાર થકી આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો.આ સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું હતું*.
આ પ્રસંગે સાથે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા તાલુકા વિકાસ અધિકારી શ્રી,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન, રથ ના ઇનચાર્જ શ્રી ભરતભાઈ પટેલ ,તાલુકા મંડળ ના પ્રમુખશ્રી જેન્તીભાઇ પટેલ, મહામંત્રી શ્રી વિજયકુમાર એમ સેવક, શ્રી કે પી ડામોર , પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પોપટભાઈ, જાલુભાઈ,સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

વિજય ડામોર મહિસાગર


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.