તમે કેસ કરીને અમારૂ શું બગાડી લીધુ કહીં વૃધ્ધને પાડોશી મહિલાની મારી નાંખવાની ધમકી - At This Time

તમે કેસ કરીને અમારૂ શું બગાડી લીધુ કહીં વૃધ્ધને પાડોશી મહિલાની મારી નાંખવાની ધમકી


સાધુવાસવાણી રોડ પર આવેલ વસંત વિહારમાં તમે કેશ કરીને અમારૂ શું બગાડી લિધુ કહીં વૃધ્ધને પાડોશી મહિલાએ મારી નાંખવાની ધમકી આપતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે સાધુવાસવાણી રોડ પર પામસીટીની પાછળ વસંત વિહારમાં રહેતાં અમ્રુતલાલ દેવશીભાઈ અદોદરીયા (ઉ.વ.64) એ નોંધાવેલ
ફરિયાદમાં આરોપી તરીકે ક્રિષ્નાબેન મુનેશ હિરપરાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે પુત્રો છે અને પોતે વેપાર કરે છે. તે રેસિડેન્સીમાં ફ્લેટ નં.1302 મા રહેતા મુનેશભાઇ તેના નાનાભાઈ મયુરભાઈના પત્નિ જાનકીબેન તથા તેના માતા મંજુલાબેન વિરૂધ્ધ તેઓના મોટા પુત્રએ તા.23-09 ના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ કરેલ હતી.
ગઈકાલે રાત્રીના દસેક વાગ્યાની આસપાસ તેઓ અન્ય પડોશી સાથે નિચે ટાવ2ના ગેટ પાસે બેઠા હતા.ત્યારે તેમના મોટા પુત્રએ કરેલ ફરિયાદનો ખાર રાખી મુનેશભાઈના પત્નિ ક્રિષ્નાબેન ઘસી આવી બોલવા લાગેલ અને કહેલ કે, તમે કેશ કરીને અમારૂ શું બગાડી લિધુ તમે હવે પૈસા કેમ કઢાવી લો છો તે અમે જોય લેશુ બોલાચાલી કરી કહેલ કે, હવે તમે કેમ જીવો છો તે જોય લેશુ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે મહિલા વિરૂદ્ધ કલમ 504,506(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.