ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3oao1ecgdlemy7va/" left="-10"]

ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવણી


ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવણી
મહા સુદ આઠમ એટલે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ. ખોડિયાર જયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના ધંટીયા ગામે ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ખોડિયાર મંદિરે માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા હજારોની સંખ્યામાં માંઈભક્તો ઉમટી પડયા હતા.
ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રસિદ્ધ સરસ્વતી નદી કિનારા ઉપર ખોડિયાર મંદિર આવેલું છે આજરોજ ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવસભર ધાર્મિક અને સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. હજારોની સંખ્યામાં આસપાસના ગામના લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.ગીર સોમનાથ જિલ્લાના ધંટીયા ખાતે ખોડિયાર માતાજીનુંઆવેલૂછે હાલ આ મંદિરની ભોલેશ્વર મંદિરના મહંત શ્રી કમલા ચરણ બાપુ દેખરેખ નીચે આ ખોડીયાર મંદિર જગ્યા નું નિર્માણ કરી રહ્યા છેત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે સર્વ સમાજના આયોજકો દ્વારા આ ખોડિયાર મંદિર ખાતે સમૂહ મહા પ્રસાદ આસપાસના ગામડાના બાળકો એ બહોળી સખ્યા માં હાજર રહી પ્રસાદી લીધી હતી મહા પ્રસાદ, તથા દિવડાની ભવ્ય આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં આસપાસના ગામના લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મંદિર ખાતે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]