સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે - At This Time

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે


શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.29-01-2023ને રવિવારના રોજ દાદાને પરંપરાગત દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ ગોપાળાનંદસ્વામી ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે ગોપાળાનંદસ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી.આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુરધામમાં જોવા મળી રહી છે.સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે.
આવા મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદસ્વામીજીને તેમના 242માં પ્રાગટ્ય દિવસના પાવન અવસર પર લાખ લાખ વંદન. એવં હાર્દિક શુભેચ્છાઓ..
સવારે ૬ કલાકે શ્રી કષ્ટભંજનદેવની મૂર્તિની સ્થાપના કરનારા શાશ્વત મૂળ અક્ષરમૂર્તિ સદ્ ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના 242માં પ્રાગટ્ય દિવસ નિમિતે પૂજન-અર્ચન-આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
“શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ”

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon