બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા બુટલેગર મહિલાઓ માટે કૌશલ્ય વર્ધનની તાલીમ આપવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3lxeunmurdcrnjra/" left="-10"]

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા બુટલેગર મહિલાઓ માટે કૌશલ્ય વર્ધનની તાલીમ આપવામાં આવી


બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI)મહીસાગર દ્વારા મહીસાગર જીલ્લા પોલીસ વિભાગના સંયોજનથી બુટલેગર બહેનોને આત્મનિર્ભર થવા માટેની શિબીર લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, કોટેજ ચોકડી, સંતરામપુર રોડ લુણાવાડા ખાતે યોજાઈ હતી.જેમાં મહીસાગર જીલ્લાના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ શિબિરમાં મહીસાગર જીલ્લાના પોલીસ વિભાગ તરફથી ડી વાય એસ પી પી.એસ.વળવી, ડી વાય એસ પી જે.જી ચાવડા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી IPO શ્રી કૃણાલભાઈ અને BSVS–મહીસાગર તરફથી નિયામક વિશાલ અગ્રવાલ ઉપસ્થિત રહી. બુટલેગર બહેનોને આત્મનિર્ભર બનવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને બુટલેગર બહેનોએ પણ વહેલી તકે સ્વનિર્ભર બનવાની તૈયારી બતાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]