જી.સી.સી.આઈ(GCCI), યોગીધામ - આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે “ઓર્ગેનિક ખેડૂત હાટ” ની તડામાર તૈયારી નું નિરીક્ષણ કરતા આગેવાનો ઉત્પાદક - ખેડૂત પાસેથી સીધી ખરીદી કરવાની ઓર્ગેનિક તક તા.૧૨-૧૩-૧૪ એપ્રિલ,સવારે ૮ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી યોગીધામ, આત્મીય યુનિવર્સિટી, રાજકોટ - At This Time

જી.સી.સી.આઈ(GCCI), યોગીધામ – આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે “ઓર્ગેનિક ખેડૂત હાટ” ની તડામાર તૈયારી નું નિરીક્ષણ કરતા આગેવાનો ઉત્પાદક – ખેડૂત પાસેથી સીધી ખરીદી કરવાની ઓર્ગેનિક તક તા.૧૨-૧૩-૧૪ એપ્રિલ,સવારે ૮ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી યોગીધામ, આત્મીય યુનિવર્સિટી, રાજકોટ


જી.સી.સી.આઈ(GCCI), યોગીધામ - આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે “ઓર્ગેનિક ખેડૂત હાટ” ની તડામાર તૈયારી નું નિરીક્ષણ કરતા આગેવાનો

ઉત્પાદક - ખેડૂત પાસેથી સીધી ખરીદી કરવાની ઓર્ગેનિક તક

તા.૧૨-૧૩-૧૪ એપ્રિલ,સવારે ૮ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી યોગીધામ, આત્મીય યુનિવર્સિટી, રાજકોટ

રાજકોટ જી. સી. સી. આઈ. , ડો. વલ્લભભાઈ કથીરીયા, યોગીધામ ના જીજ્ઞેશભાઈ રાઠોડ અને નવરંગ નેચર ક્લબ ના શ્રી વી.ડી.બાલા ના સંયુક્ત ઉપક્રમે આત્મીય યુનિ. "યોગીધામ કેમ્પસ" રાજકોટ ખાતે ત્રિ-દિવસીય ઓર્ગેનિક ખેડૂતહાટ નું આયોજન કરવામાં આવેલ છે જેની તડામાર તૈયારીના ભાગરૂપે નિરીક્ષણ કરતા જી.સી.સી.આઈના સર્વશ્રી અતુલભાઈ ગોંડલીયા,અરૂણભાઈ નિર્મળ, પ્રભાતભાઈ ડાંગર, અરવિંદભાઈ સોજીત્રા, પ્રવીણભાઈ પરસાણા એ વ્યવસ્થાને આખરી ઓપ આપ્યો હતો. મુલાકાતે આવનાર તેમજ સ્ટોલ ધારકોને કોઈ અગવડ ન પડે તેવી અદભુત વ્યવસ્થાઓ ગોઠવામાં આવી છે.વધુમાં અતુલભાઇ ગોંડલીયાએ જણાવ્યું હતું કે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરવા લાગ્યા છે. ઓર્ગેનિક ઉત્પાદનો યોગ્ય ભાવે વેચાતા નથી એટલે અન્ય જગ્યાએ ખૂબ ઓછા ભાવે ન છૂટકે વેચાણ કરવું પડે છે. સામે પક્ષે સુખી, સંપન્ન અને ઓર્ગેનિક ફૂડ નું મહત્વ સમજનાર વર્ગ ને વિશ્વાસપાત્ર ઓર્ગેનિક ફૂડ ઉત્પાદનો શોધવા મુશ્કેલ પડે છે. આ સમસ્યા ના નિવારણ માટે ઉપરોક્ત ત્રણ સંસ્થાઓ સાથે મળી ખેડૂતો ને પોતાનું ઓર્ગેનિક ઉત્પાદન વેચવાની સગવડતા માટે તારીખ ૧૨/૧૩/૧૪ એપ્રિલ ૨૦૨૪ ના ઓર્ગેનિક ખેડૂત હાટ નું આયોજન કરેલ છે. આ ખેડૂત હાટ માં ખેડૂતો તમામ પ્રકાર ના ઓર્ગેનિક અનાજ, કઠોળ, ઘઉ/જુવાર/બાજરો, મરી - મસાલા, તેલ, ઘી, ગોળ, મધ, ગૌ આધારિત પ્રોડક્ટ, ગુલકંદ, સરગવો, વગેરે વેચવા સૌરાષ્ટ્ર કચ્છ માંથી અંદાજીત ૧૫૦ ખેડૂતો આવશે.ઓર્ગેનિક ઉત્પાદક ખેડૂત અને ખાનાર વર્ગ સીધા સંપર્ક માં આવે અને પોતાને અનુરૂપ ખેડૂતો સાથે કાયમી ધોરણે આવા ઉત્પાદનો મેળવતા થાય તેવા ઉત્તમ હેતુ થી ઓર્ગેનીક ખેડૂતહાટ નું આયોજન કરેલ છે.જેમાં સુખી, સંપન્ન વર્ગ સૌ ને

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.